તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાવાડા ગામમાં કેસનું સમાધાન કરવાની ના પાડતાં દંપતી પર હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેગામ | શિયાવાડા ગામે અગાઉ થયેલા પોલીસ કેસ અંગે સમાધાન કરવાની ના પાડતાં 11 વ્યક્તિએ ભેગા મળીને ફરિયાદી અને તેના પત્નીને લાકડી, ધોકા, પાઇપ તથા દાંતીથી હુમલો કર્યાના કારણે દંપતીને માથાના ભાગે, ડાબા હાથે અને જમણા પગે ફ્રેક્ચર જેવી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને 108 દ્વારા ગાંધીનગર સિવિલ લઇ જવાઇ હતી. જયાં તેમણે પાંચ મહિલાઓ સહિત 11 વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં દહેગામ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દહેગામ પોલીસ દ્વારા 5 મહિલા સહિત 11 સામે ફરિયાદ દાખલ કરાઈ
શિયાવાડા ગામે રહેતા મંજુલાબહેેન ચંદ્રસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ બુધવારે સાંજે 6 વાગ્યે તેઓ ગામની સીમના ખેતરમાં કામ કરતા હતા અને તેમના પતિ કરિયાણાની દુકાન બંધ કરી ખેતરે આવ્યા હતા. ત્યારે કુટુંબી જેઠ ભારતસિંહ પ્રતાપસિંહ પરમારે આવીને મંજુલાબહેેનના પતિને કહ્યુ હતુ કે અમારી ઉપર અગાઉ જે પોલીસ ફરિયાદ કરી છે, તેનું સમાધાન તારે કરવુ છે કે નહી. મંજુલાબહેનના પતિએ કેસનું સમાધાન કરવાની ના કહેતાં ભારતસિંહ ઉશ્કેરાઇ ગયા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા.

આ દરમિયાન બાજુના ખેતરમાં કામ કરતાં તેજુબહેન ભારતસિંહ પરમાર, જયોત્સનાબેન જીતેન્દ્રસિંહ પરમાર, શિલ્પાબેન જયદિપસિંહ પરમાર, પવનબેન દિનેશસિંહ પરમાર, શુશિલાબેન કરણસિંહ પરમાર, દિનેશસિંહ ભારતસિંહ પરમાર, જીતેન્દ્રસિંહ ભારતસિંહ પરમાર, જયદિપસિંહ ભારતસિંહ પરમાર, અર્જુનસિંહ પ્રતાપસિંહ પરમાર તેમજ કરણસિંહ ઇશ્વરસિંહ પરમાર લાકડી,ધોકા,પાઇપ અને દાંતી સાથે આવી પહોંચી સમાધાન ન કરે તો મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવ બન્યા બાદ હાલ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ બનાવથી ચકચાર મચી ગઈ છે.

પોલીસ તપાસમાં મંજુલાબહેનના ઘરે તોડફોડ થઇ હોવાનુ જણાયુ
ઇજાગ્રસ્ત મંજુલાબહેનને 108 દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જયાં તેઓએ 11 વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી અને તેના પત્નીને લાકડી, ધોકા, પાઇપ તથા દાંતીથી હુમલો કર્યો હતો.

દિનેશસિંહે ડાબા હાથે પાઇપ મારી હતી
દરમિયાન અર્જુનસિંહે મંજુલાબહેેનના પતિને જમણા પગે લાકડી મારતા તેઓ નીચે પડી ગયા હતા. જયારે જીતેન્દ્રસિંહે મંજુલાબહેેનને માથામાં ઉંધી દાંતી મારી હતી અને દિનેશસિંહે ડાબા હાથે લોખંડની પાઇપ મારી ઇજાઓ પહોંચાડી હતી. થોડીવાર બાદ આસપાસમાંથી લોકો આવ્યા હતો અને તેઓને ઘરે લાવ્યા હતા. જયાં મંજુલાબહેનના ઘરે તોડફોડ થયેલી જણાઇ હતી.આ બનાવ બનતા આ વિસ્તારમાં ભારે અફરાતફરી સાથે ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો