તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિશોરીનું અપહરણ કરનાર આરોપી પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર એસઓજીની ટીમે માણસા પોલીસ સ્ટેશનના લલચાવી-ફોસલાવીને કિશોરીનું અપહરણ કરી જવાના ગુનામાં છ વર્ષથી નાસતા-ફરતા આરોપીને નખત્રાણા પાસેથી ઝડપી લીધો છે. ગાંધીનગર એસઓજીની ટીમે તેની અટકાયત કરી માણસસ પોલીસને સોંપવા તજવીજ શરૂ કરી છે.

ગાંધીનગર એસઓજી પીઆઇ જે. જી.વાઘેલાની સૂચનાથી તેમની ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડવા બાતમીદારો સક્રિય કર્યા છે. દરમિયાન પી.એસ.આઇ વી.કે.રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ જયદિપસિંહ તથા સુરેન્દ્રસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે માણસા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી નખત્રાણા ખાતે ભોગ બનનાર અપહ્યુત સાથે હાજર છે.

આ બાતમીના આધારે એસઓજીની ટીમ નખત્રાણા ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને આરોપીને નખત્રાણાથી ઝડપી લઈને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર એસઓજીની ટીમે છ વર્ષથી નાસતા ફરતા આ આરોપીની અટકાયત કરી માણસા પોલીસને સોંપવા કાર્યવાહી શરૂ કરી છે.આ બનાવથી નગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...