તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની ડિલિવરી માટે આવેલી 19 વર્ષની યુવતી ઝડપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવોલ ગામે આવેલા ફાટક પાસે 19 વર્ષીય યુવતી દારૂની બે બોટલ સાથે ઝડપાઈ હતી. સેક્ટર-7 ડી સ્ટાફ પીએઆઈ એ. જે. શાહ અને કોન્સ્ટેબલ બાબુજીને સંયુક્ત બાતમી મળી હતી કે, વાવોલ ભૂમિપાર્કમાં રહેતી યુવતી જયા રાવળ વિદેશી દારૂનું વેચાણ કરે છે.

બાતમીના આધારે પોલીસે બપોરે ત્રણ વાગ્યાના સુમારે રેડ કરતા ફાટક જયા પોતાનું મોપેડ મુકીને ભાગી હતી જોકે, પોલીસે તેને ઝડપી લીધી હતી. પોલીસે તેના GJ-01-CQ-2828 નંબરના મોપેડ પાસે પડેલો થેલો ચેક કરતાં અંદર બે બોટલ દારૂ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે 800ની કિંમતનો દારૂનો જથ્થો અને 15 હજારની કિંમતનું મોપેડ જપ્ત કરીને જયા સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે જયાના કારનામા અંગે તેનો પરિવાર પણ અજાણ હતો. તેના પિતા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. જયા વાવોલ ફાટક પાસે પાનનો ગલ્લો ચલાવતી હતી,

અનુસંધાન પાના નં. 3...

અન્ય સમાચારો પણ છે...