તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના દસ BRC અને CRCએ અંગત કારણોસર રાજીનામાં ધરી દીધાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | પ્રાથમિક શાળાઓની શૈક્ષણિક કામગીરીના મૂલ્યાંકનની કામગીરી કરી રહેલા જિલ્લાના એક બીઆરસી અને નવ સીઆરસીએ પોતાના અંગત કારણોસર રાજીનામાં આપી દીધા છે. ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદના ડાયરેક્ટરે બીઆરસી અને સીઆરસીના રાજીનામાને મંજુર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરી છે.

આ તમામ શિક્ષકને તેમની માતૃશાળામાં શિક્ષક તરીકે મૂકવામાં આવશે
મંજુર થયેલા રાજીનામાવાળા બીઆરસી અને સીઆરસીને તેમની માતૃશાળામાં શિક્ષક તરીકે મુકવામાં આવશે. રાજ્યભરની પ્રાથમિક શાળાઓનું શૈક્ષણિક મૂલ્યાંકનની સાથે સાથે શૈક્ષણિક માર્ગદર્શન આપવા માટે દરેક જિલ્લાઓના તાલુકાવાર એક બીઆરસી અને સાત શાળાઓ દીઠ એક સીઆરસીની નિમણુંક ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે.

જોકે બીઆરસી અને સીઆરસીની નિમણુંક માટે પાંચેક વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવનની સાથે સાથે લેખિત પરીક્ષા લેવામાં આવે છે. લેખિત પરીક્ષા બાદ મેરીટના આધારે બીઆરસી અને સીઆરસીની નિમણૂંક કરવામાં આવે છે. જિલ્લામાં કુલ ચાર બીઆરસી અને કુલ 90માંથી 70 સીઆરસી ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં ફરજ બજાવાતા એક બીઆરસી અને નવ સીઆરસીઓ પોતાના અંગત કારણોસર રાજીનામાં આપ્યા હતા. જિલ્લાના દસ બીઆરસી અને સીઆરસીના રાજીનામાને ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદના એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જયશ્રી દેવાંગને મંજુર કર્યા છે.

રાજીનામાને મંજુર કર્યાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. રાજીનામાં મુકેલા બીઆરસી અને સીઆરસીઓમાં જિલ્લાના કલોલ તાલુકાના બીઆરસીનું રાજીનામું મંજુર કરાયું છે.

જ્યારે ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણા, પોર, પેથાપુર, ઉવારસદ અને વડોદરા પ્રાથમિક શાળાના જ્યારે માણસા તાલુકાની ખરણાં અને ઇટાદરા પ્રાથમિક શાળાના સીઆરસીઓના રાજીનામાં મંજુર કરાયા છે. કલોલ તાલુકાની કલોલ શાળા નંબર 2 અને સાંતેજ શાળાના સીઆરસીઓએ આપેલા રાજીનામાને મંજુર કર્યા છે. મંજુર કરાયેલા રાજીનામાંવા‌ળા બીઆરસી અને સીઆરસીને તેમની માતૃશાળામાં શિક્ષકની જગ્યા ખાલી હોય તો ત્યાં અથવા જગ્યા ખાલી ન હોય તો પગારકેન્દ્રની શાળામાં શિક્ષકની ફરજ બજાવવા મુકાશે.

અન્ય સમાચારો પણ છે...