બોર્ડની પરીક્ષામાં SC-ST છાત્રોની ફીમાં 24 ટકા વધારાથી ઉગ્ર વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીબીએસઇએ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા એસસી અને એસટી વિદ્યાર્થીઓની ફીમાં 24 ટકાનો વધારો કરતા વાલીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. ઉપરાંત ગટરની સફાઇ કરતા કર્મચારીઓને મેઇનહોલમાં ઉતારતી વખતે રક્ષણાત્મક સાધનોનો ફરજિયાત ઉપયોગ કરાવવાની માંગ ડેમોક્રેટિક પીપલ્સ એસોશિએશને કરી છે.

કેન્દ્ર સરકાર સંચાલિત સીબીએસઇ દ્વારા તાજેતરમાં જ ધોરણ 10 અને 12ની પરીક્ષાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાંય એસસી અને એસટી વિદ્યાર્થીઓની ફીમાં પણ 24 ટકાનો કમરતોડ વધારો કરતા વાલીઓની હાલત કફોડી બની રહી છે. ત્યારે પરીક્ષા ફીમાં કરાયેલા વધારાને વિદ્યાર્થીઓના હિતમાં તાકિદે પરત લેવાની માંગણી વાલીઓમાં ઉઠવા પામી છે.

વધુમાં ગટરની સફાઇની કામગીરી કરતા કર્મચારીઓને જરૂરી રક્ષણાત્મક સાધનો આપવા જોઇએ. ઉપરાંત રક્ષણાત્મક સાધનો સિવાય સફાઇ કર્મચારીને મેનહોલમાં ઉતારનારાને ગુનેગાર ગણીને તાત્કાલિક ધરપકડ કરીને શિક્ષા કરવાની માંગણી સાથે ડેમોક્રેટિક પીપલ્સ એસોસિએશન ગુજરાત દ્વારા રજુઆત કરવામાં આવી હોવાનું સંસ્થાના મહામંત્રીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...