તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો-10 CBSEનું ગણિતનું સ્ટાન્ડર્ડ પેપર બેઝીક લેવલનું પૂછાતાં વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધોરણ-10 સીબીએસઇના ગણિત પેપરે વિદ્યાર્થીઓની અપેક્ષા ઉપર પાણી ફેરવી દીધું હોય તેમ સ્ટાન્ડર્ડ પેપર બેજીક લેવલનું અને બેજીક પેપર સ્ટાન્ડર્ડ લેવલનું પુછાતા વિદ્યાર્થીઓની મુંજવણ વધારી હતી. ધોરણ-10 સીબીએસઇના ગણિત પેપરે વિદ્યાર્થીઓની અપેક્ષા ઉપર પાણી ફેરવી દીધું હોય તેમ સ્ટાન્ડર્ડ પેપર બેજીક લેવલનું અને બેજીક પેપર સ્ટાન્ડર્ડ લેવલનું પુછાતા વિદ્યાર્થીઓની મુંજવણ વધારી હતી.

શિક્ષણ બોર્ડ અને સીબીએસઇની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ સાથે ચાલી રહી છે. જેમાં શિક્ષણ બોર્ડના ધોરણ-10ના પેપરમાં દાખલાઓની રકમ ફેરવીને પુછાતા વિદ્યાર્થીઓને અઘરૂ લાગ્યું હતું. તેજ રીતે આજે લેવાયેલી સીબીએસઇની ધોરણ-10ના ગણિત વિષયની પરીક્ષામાં પણ તેનું પુનરાવર્તન થયું હતું. સીબીએસઇ ધોરણ-10ના ગણિત વિષયના પેપર અંગે વિષય શિક્ષક કેવલ ત્રિવેદીને પુછતા જણાવ્યું છે કે સીબીએસઇ દ્વારા ગણિત વિષયમાં નબળા વિદ્યાર્થીઓ માટે બેજીક અને હોંશિયાર વિદ્યાર્થીઓ માટે સ્ટાન્ડર્ડ એમ બે પ્રકારના પેપરથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બેજીક પેપરમાં પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા જ પુછવાનો નિયમ છે. પરંતુ ધોરણ-10ના બેજીક પેપરમાં દાખલાની રકમ બદલીને પુછવામાં આવતા વિદ્યાર્થીઓની મુંઝવણ વધારી દેતા સ્ટાન્ડર્ડ પેપરની અનુભુતિ વિદ્યાર્થીઓને કરાવી હતી.

જ્યારે તેની સરખામણીમાં સ્ટાન્ડર્ડ પેપરમાં વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા દાખલા સરળ પુછાતા તેમને બેજીક પેપરની ફિલીંગ કરાવી હતી. જ્યારે વિષય શિક્ષક ધ્રુવ પટેલના જણાવ્યા મુજબ એનસીઇઆરટી બોર્ડની બ્લ્યુ પ્રિન્ટ મુજબનું રહ્યું હતું. જ્યારે પ્રોબબીલીટી, એપ્લીકેશન ઓફ ટ્રીગોનોમેટ્રી, જીયોમેટ્રીમાંથી બે અને ત્રણ ગુણ સહિતના કુલ 20 ગુણના દાખલા વિદ્યાર્થીઓને માનસિક કસરત કરાવે તેવા હતા. સીબીએસઇની પરીક્ષામાં ધોરણ-10ના ગણિત પેપરના સ્ટાન્ડર્ડ માટે 12 લાખ અને બેજીક માટે 6 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ધોરણ-10 સીબીએસઇના ગણિત પેપરે વિદ્યાર્થીઓની અપેક્ષા ઉપર પાણી ફેરવી દીધું હોય તેમ સ્ટાન્ડર્ડ પેપર બેજીક લેવલનું અને બેજીક પેપર સ્ટાન્ડર્ડ લેવલનું પુછાતા વિદ્યાર્થીઓની મુંજવણ વધારી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો