તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SRP જવાનના ઘરે ધોળા દિવસે 25 હજારની ચોરી થઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર સેક્ટર-21 ખાતે એસઆરપી જવાનના ઘરે ધોળા દિવસે ચોરીની ઘટના બની છે જેમાં મકાનના બે બારણા વાળા દરવાજાને જોરથી ધક્કો મારીને હેન્ડલ નીકળી જતા ઘરમાં ઘુસેલા તસ્કરોએ ચાંદીના દાગીના અને 5 હજાર રોકડા મળી 25 હજારની મત્તાની ચોરી કરી હોવાનુ બહાર આવ્યુ છે.

સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સેક્ટર-21 છ ટાઈપમાં પ્લોક નંબર 598/2 ખાતે રહેતાં પ્રવિણસિંહ જોરૂભા ગોહિલ એસઆરપીમાં આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને હાલ તેઓની નોકરી રાજભવન ખાતે છે. રવિવારે તેઓ 12 વાગ્યે નોકરી પરથી આવ્યા બાદ પત્ની અને પુત્રને અમદાવાદ ખાતે સગાને ત્યાં મૂકવા માટે ગયા હતા. સાંજે તેઓ પરત ફર્યા ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. તેઓએ ઘરમાં જઈને જોતા તિજોરીનું લોક તૂટેલી હાલતમાં હતુ અને સામાન વેરવિખેર પડ્યો હતો. તેમણે ચેક કરતાં ચાંદીનો સિક્કો, પુત્રની કડલી, સાંકળા, પોચી, કેડકંદોરો, ઝૂડો મળી કુલ 20 હજારના ચાંદીના દાગીના તથા 5 હજાર રોકડા ગૂમ હતા. જેથી તેઓએ આ અંગે સેક્ટર-21 પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી હતી.

ફરિયાદી બારણાવાળો દરવાજો અંદરથી બંધ કરીને ગયા હતા જોકે, તસ્કરોએ ટ્રીક કરીને દરવાજાને આગળ-પાછળ વધુ વાર સુધી ધક્કો મારતા તે અંદરથી હડો ખુલી ગયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે ધોળા દિવસે ચોરીની ઘટના બનતા હાલ તો વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છે.ઘરમાં ઘુસેલા તસ્કરોએ ચાંદીના દાગીના અને 5 હજાર રોકડા મળી 25 હજારની મત્તાની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો