તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોને જે વિષય કે મુદ્દામાં મુશ્કેલી હોય તેની વિશેષ તાલીમ અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રા.શિક્ષકોની તાલીમમાં ફેરફાર કરાયો
રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણમાં ગુણવત્તાલક્ષી સુધારો લાવવા માટે અનેકવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ઉપચારાત્મક શિક્ષણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ઉપરાંત ઉનાળા વેકેશનમાં શિક્ષકોને આપવામાં આવતી વિષય સજ્જતા તાલીમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાના શિક્ષકોને તજજ્ઞો દ્વારા ઉનાળા તેમજ દિવાળી વેકેશન એમ બે તબક્કામાં કુલ વીસ દિવસની વિષય સજ્જતા તાલીમ આપવામાં આવતી હતી. જોકે એક જ પ્રકારની બિંબાઢાળ તાલીમથી શિક્ષકોને તેમાં કોઇ જ રસ રહ્યો ન હતો. ઉપરાંત કંટાળાજનક તાલીમમાં ફેરફાર કરવાનું જરૂરી હોવાની ચર્ચા પ્રાથમિક શિક્ષકોમાં સાભળવા મળતી હતી. શિક્ષકોને કંઇક નવું જાણવા મળે તેવી તાલીમ યોજવામાં આવે તેવી શિક્ષકોમાં માંગ ઉઠવા પામી હતી.

શિક્ષકોને આપવામાં આવતી બોરીંગ તાલીમમાંથી છુટકારો મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષણને એક સુત્રતામાં બાંધીને સમગ્ર શિક્ષા અભિયાન બનાવવામાં આવ્યું છે. ઉપરાંત નેશનલ એચિવમેન્ટ સર્વે અંતર્ગત જે બાળ‌કો લર્નિગ આઉટમાં સિદ્ધી પ્રાપ્ત કરી શક્યા નથી તેને ધ્યાનમાં રાખીને શિક્ષકોને જેતે વિષય તેમજ મુદ્દાની જ તાલીમ અપાશે.

અન્ય સમાચારો પણ છે...