BCA કોલેજમાં સોફ્ટવેર ટેસ્ટિંગ સર્ટીફિકેશન ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ભોળાભાઇ પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ બીસીએ, સેક્ટર-23 ખાતે તાજેતરમાં સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સોફ્ટવેર ટેસ્ટીંગ સર્ટીફિકેશન કોર્સ-3નો ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં કોલેજના 40 વિદ્યાર્થીઓએ ભાગ લઇને કોમ્પ્યુટર ક્ષેત્રમાં થઇ રહેલા ઝડપી ફેરફારો વિશેની જાણકારી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મેન્યુઅલ અને ઓટોમેટેક ટેસ્ટીંગની પાયાથી શરૂ કરીને લેટેસ્ટ જાણકારી આપવામાં આવી હતી. ટ્રેનિંગ પ્રોગ્રામમાં રિસોર્સ પર્સન તરીકે વિવેક પટેલ, નિમેષ પ્રજાપતિ, દિવ્યા પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામગીરી થાય તેની જરૂરી તમામ જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...