જેઇઇ અને નીટની પરીક્ષામાં રાજ્યના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાથી રાજ્યના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેઇઇ અને નીટની પરીક્ષામાં રાજ્યના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બે વર્ષ અગાઉ ધોરણ-10ના ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના જ્યારે ધોરણ-12 સાયન્સના કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજી, ગણિત અને અંગ્રેજી વિષયનો અભ્યાસક્રમ એનસીઇઆરટી મુજબનો કરવાનું નક્કી કર્યું હતું.

જેની અમલવારી ગત વર્ષથી કરી દેવામાં આવતા ધોરણ-9ના ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના તેમજ ધોરણ-11 સાયન્સના ગણિત, ફિઝીક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી અને અંગ્રેજી વિષયના પુસ્તકો એનસીઇઆરટી મુજબના જ કરી દેવાયા હતા. જ્યારે વર્ષ-2019-20ના શૈક્ષણિક વર્ષથી ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સના પાઠ્ય પુસ્તકો એનસીઇઆરટી મુજબ કરી દેવાયા છે.

હાલના ઉનાળા વેકેશનમાં જ ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સના ટ્યુશન શરૂ થઇ ગયા છે. પરંતુ રૂપિયા 12.5 ટકા કન્સેશનવાળા પુસ્તકો ગુજરાત રાજ્ય શાળાન પાઠ્ય પુસ્તક મંડળના ગાંધીનગર અને નિર્ણયનગરના સ્ટોર્સમાંથી અંગ્રેજી માધ્યમના પુસ્તકો નહી મળતા વાલીઓમાં રોષ ઉઠવા પામ્યો છે.તેથી આ બાબતે તાત્કાલિક યોગ્ય આયોજન કરી પુસ્તકો મળી રહે તેવી વ્યવસ્થા કરવામા આવે તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...