તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિ-રવિએ કાલભૈરવ યાગ, દક્ષિણ કાલીયાગ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરમાં સૌ પ્રથમ વખત પંચકુડાત્મક કાલભૈરવ યાગ અને દક્ષીણ કાલીયાગનું આયોજન શ્રીહરસિદ્ધી સિદ્ધી પીઠ,સેક્ટર-3-ડી ખાતે તારીખ 12મી, શનિવાર અને તારીખ 13મી,રવિવારના રોજ કરવામાં આવનાર છે.ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને બિલી અને તુલસીના છોડ અપાશે.

ગાંધીનગરના સેક્ટર-3-ડી ખાતે આવેલા શ્રીહરસિદ્ધી સિદ્ધી પીઠ, ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા ચતુર્થ પાટોત્સવની ૈઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત 12 અને 13મીએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં પંચકુડાત્મક કાલભૈરવ યાગ અને સમન્વીત દક્ષીણ કાલીયાગનું આયોજન કરાયું છે. શનિવારે કાલભૈરવ તથા દક્ષીણ કાલીયાગનો પ્રારંભ થશે. સાંજે 51 દિપની મહાઆરતી યોજાશે. 13મીએ યજ્ઞની વિધી બાદ સાંજે 6 વાગ્યે 108 દિવાની કાલભૈરવની મહાઆરતી, સાંજે 6.30 કલાકે 1008 દિવાની દક્ષિણકાલીની મહાઆરતી થશે તેમ ગાદિપતી હનુમાનજી મહારાજ અને આચાર્ય વિશ્વાસભાઇ જાનીએ જણાવ્યું હતું. યાગ દરમિયાનરવિવારે સવારે 9થી 3 કલાક સુધી ભજન તથા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞકર્મ આચાર્ય શાસ્ત્રી અરૂણભાઇ કનૈયાલાલ દવે, શાસ્ત્રી પંકજભાઇ જોષી અને શાસ્ત્રી કુમારકાન્તભાઇ મહેતા દ્વારા કરાવવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...