તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સે. 23માંથી સરકારી ગાડી ચોરાયાની રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેક્ટર-23 બ્લોક નં-18/1 ખાતે રહેતાં પોપટભાઈ મોતીભાઈ ચૌધરી મહેસૂલ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગુરૂવારે રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે તેઓ ગાડી લઈને ઘરે આવ્યા હતા. ઘર આગળ ગાડી પાર્ક કરીને તેઓ સુઈ ગયા હતા શુક્રવારે સવારે જાગ્યા ત્યારે ગાડી ગૂમ હતી. આસપાસ ગાડીની તપાસ કરતાં પત્તો ન લાગતા આખરે તેમણે દોઢ લાખની કિંમતની ગાડીની ચોરી અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...