સે-7 સરદાર પટેલ સ્કૂલમાં શિક્ષકે કો-ઓર્ડીનેટરને માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ જગતના લજવતી એક ઘટના ગુરૂવારે સે-7ની એક સ્કૂલમાં બની હતી. જેમાં ચાલુ પરીક્ષા દરમિયાન જ એક શિક્ષક શાળાના કો-ઓર્ડિનેટરને માર માર્યો હતો. કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલીત સેક્ટર-7 સરદાર પટેલ વિદ્યામંદિરમાં ચાલતી પરીક્ષામાં કો-ઓર્ડિનેટરે શિક્ષકને બેસી રહેવાં કરતાં ફરતા રહી સુપરવિઝન કરવાની વાત કરતાં ઉશ્કેરાયેલા શિક્ષકે મારામારી કરી હતી. જે મુદ્દે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સે-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સે-6-બી ખાતે રહેતાં ધીરજભાઈ નથુભાઈ વાટલિયા (66 વર્ષ) કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલીત સે-7 સરદાર પટેલ વિદ્યામંદિર ખાતે કો-ઓર્ડીનેટર તરીકે 2 વર્ષથી નોકરી કરે છે. ગુરૂવારે સવારે શાળામાં ધોરણ-9 અને 11નું અંગ્રેજીનું પેપર હતું, જેનો સમય સવારે સવાઆઠથી સવા અગિયાર વાગ્યાનો હતો. જેમાં સ્કૂલના પ્રથમ માળે સ્કૂલના પ્રવાસી શિક્ષક સુપરવાઈઝર તરીકે પાર્થ મુકેશભાઈ પટેલ હતા.

પ્રિન્સિપાલ, સિક્યોરિટી ગાર્ડ, પ્યૂને છોડાવ્યા
સ્કૂલમાં મારામારીના પગલે પ્રિન્સિપાલ, સિક્યુરીટી ગાર્ડ અને પ્યૂન દોડી આવ્યા હતા ધીરજભાઈને છોડાવ્યા હતા. ચાલુ પરીક્ષા દરમિયાન બનેલી ઘટનામાં પરીક્ષા આવેલા વિદ્યાર્થીઓ પર ક્લાસરૂમની બહાર દોડી આવ્યા હતા. ઘટનાને પગલે ધીરજભાઈ શિક્ષક પાર્થ પટેલ સામે સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...