પોલીસને જાણ કર્યા વગર પાંચ કાશ્મીરી યુવકોને મકાન ભાડે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસને જાણ કર્યા વગર પાંચ કાશ્મીરી યુવકોને મકાન ભાડે આપનાર સે-13ના રહીશ સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પાંચ કાશ્મીરી યુવાનોને મકાન ભાડે આપ્યા બાદ મહિના સુધી પોલીસને જાણ નહીં કરતાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ મકાન માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પુલવામા ખાતે આતંકવાદી હુમલા બાદ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં પોલીસે સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. ત્યારે ગાંધીનગર એસઓજી પીએસઆઈ જે. આર. કરોતરા અને ટીમને સે-13માં કાશ્મીરી યુવકો રહેતાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતાં સેકટર-૧૩ના પ્લોટ નં ૪૬૫/૧ માં પહેલાં માળે અનંતનાગ જિલ્લાના યાસીનહુસેન અબ્દુલગની રથર તથા અન્ય ચાર મળી પાંચ કાશ્મીરી યુવકો એક મહિનાથી રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. મકાન માલિક મહંમયાસીન બાબુભાઈ દિવાને આ અંગે પોલીસને જાણકારી આપી ન હતી.

અન્ય સમાચારો પણ છે...