સેક્ટર-26ના ભજન મંડળના સભ્યોને ધાર્મિક પ્રવાસ કરાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડનં.1ના ગ્રીનસીટી વસાહત, સેક્ટર-26ની વૈજનાથ ભજન મંડળના સિનિયર સિટીઝનના 55 વડિલોનો ધાર્મિક પ્રવાસ તાજેતરમાં યોજાયો હતો. ભજન મંડળના વડિલોને સોમનાથ, બેટદ્વારકા, દ્વારકા, વીરપુર (જલારામબાપા), ખોડલધામ, હરસિદ્ધી મંદિર તેમજ ચોટીલા સહિતના ધાર્મિક સ્થળોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ધાર્મિક પ્રવાસનું આયોજન કોર્પોરેટર હર્ષાબા ધાંધલે કર્યું હતું.