તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રતનપુરના યુવાનનું સ્વાઇનફ્લુથી મોત : વધુ એક કેસ નોંધાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વાઇનફ્લુએ અત્યાર સુધી જિલ્લામાંથી પાંચ દર્દીઓનો ભોગ લીધો છે. જ્યારે મોટાચિલોડાની આધેડ મહિલાનો એચ-1 એન-1 રિપોર્ટ પોઝીટીવ આવતા કુલ કેસની સંખ્યા 24એ થઇ છે. રતનપુરના યુવાનનું સ્વાઇનફ્લુથી મોત થતાં જિલ્લા સર્વેલન્સ અધિકારી દ્વારા મૃતક યુવાનના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને ટેમીફ્લુની ગોળીઓ આપવામાં આવી હતી.

દિવસે ગરમી અને રાત્રે ઠંડી તેમ ડબલ ઋતુને પગલે વાયરલ બિમારીના કેસોમાં ઉછાળો આવ્યો છે. સ્વાઇનફ્લુની બિમારીએ રતનપુરના યુવાનનો ભોગ લીધો છે. 42 વર્ષીય યુવાનને છેલ્લા દસેક દિવસથી બિમારી હતી. ટાયફોઇડની બિમારીને લીધે યુવાનને ખાનગી દવાખાનામાં દાખલ કર્યો હતો. ગત તારીખ 17મી,ફેબ્રુઆરીના રોજ તેનો એચ-1 એન-1નો ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવતા પોઝીટીવ આવ્યો હતો. રિપોર્ટ આવ્યાને ચાર દિવસ પછી યુવાનને ટેમીફ્લુની ગોળીઓ આપવામાં આવી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રના સર્વેલન્સ અધિકારી ડો.યોગીતા તુલસીયને જણાવ્યું છે. સર્વેલન્સ અધિકારીએ રતનપુર ગામની મુલાકાત લઇને મૃતક યુવાનના સંપર્કમાં આવેલી તમામ વ્યક્તિઓને ટેમીફ્લુની ગોળીઓ આપવામાં આવી હતી. ઉપરાંત ગામના 80 જેટલા ઘરને સર્વેલન્સ કરીને સેફ કરાયા હતા.

અનુસંધાન પાના નં. 3...

સ્વાઇનફ્લુથી રતનપુરના...

સ્વાઇનફ્લુનો વધુ એક કેસ મોટા ચિલોડામાં નોંધાયો છે. મોટા ચિલોડાની આધેડ મહિલાને અમદાવાદની ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર અપાઇ રહી છે. જિલ્લામાં અત્યાર સુધી સ્વાઇનફ્લુના કુલ 24 કેસો નોંધાયા છે. જેમાં ગાંધીનગરમાં 10, દહેગામમાં 6, માણસામાં 4 અને કલોલમાં ચાર કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો