તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલના ફાર્મહાઉસ પર રેન્જ પોલીસની રેડ: 10 જુગારી ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનજ ગ્રીનવેલી ફાર્મહાઉસમાંથી 10 શખ્સો જુગાર રમતા ઝડપાયા છે. ગાંધીનગર રેન્જ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને 3.15 લાખ રોકડા, 61 હજારના 10 મોબાઈલ અને 4 લાખની કાર મળી કુલ 7,76,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 10 જુગારીઓને ઝડપીને ફાર્મ હાઉસ માલિક સહિત 11 સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગર રેન્જ પોલીસ સ્ટાફને ધાનજ ગામની સીમમાં ગ્રીનવેલી ફાર્મ હાઉસમાં સી-44 ખાતે હાર્દિક કનૈયાલાલ પટેલના ફાર્મહાઉસમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતાં 10 શખ્સો ઝડપાયા હતા. જેમાં કલોલના મનિષ વિનોદભાઈ પટેલ (જાસપુર), વિપુલ બાબુલાલ પટેલ (શ્યામલ રો હાઉસ), સમીર રમેશભાઈ પટેલ (કલોલ ગામ) તથા અમદાવાદના આનંદ હસમુખભાઈ પટેલ (મોટેરા), રવિ અમરતભાઈ પટેલ (મોટેરા ), દક્ષેશ કનૈયાલાલ પટેલ (સાયન્સ સિટી) , કિશોર લાલજીભાઈ દેલવાડીયા (ચાંદખેડા), યોગેશકુાર બેચરભાઈ પટેલ (ચાંદખેડા), મુકેશ ભીખાભાઈ પટેલ (મોટેરા ), મહેશ દ્વારકાભાઈ પ્રજાપતિ (મોટેરા) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.

પોલીસે ઝડપાયેલા 10 શખ્સો સહિત રેડ દરમિયાન ન મળેલા ફાર્મહાઉસ માલિક હાર્દિક કનૈયાલાલ પટેલ (ધાનજ) મળી કુલ 11 સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સ્થળ પરથી કાર પણ ઝડપી પાડી છે.

ફાર્મહાઉસના માલિક સહિત કુલ 11 સામે ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...