તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસે ફિલ્મીઢબે પીછો કરીને કારમાંથી 81, 600નો દારૂ પકડયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા ગામથી નિકળેધલી ગાડીનો ડભોડા પોલીસે શંકા જવાના પગલે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જોકે પોલીસ પહોંચે તે પહેલાં ચાલક ગાડીને નાળીયામાં ઉતારીને ભાગી ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી રૂપિયા 81, 600ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ડસ્ટર કાર સહિત 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પાટનગરમાં સેક્ટર-24ની ઝાડીમાં સંતાડેલી વિદેશી દારૂની રૂપિયા 60 હજારની કિંમતની 60 બોટલ મળી આવી હતી.

ઉત્તરાયણ પર્વમાં વિદેશી દારૂની માંગ વધતી હોય છે. છાનખૂણે દારૂનું વેચાણ કરતા બુટલેગરોને ઝડપી પાડવા જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ આપેલા આદેશને પગલે ડભોડા પોલીસના પીએસઆઇ હિરેન દેસાઇએ સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન વડોદરામાંથી નિક‌ળેલી જીજે-01-આરબી-9880 નંબરની ડસ્ટર ગાડી ઉપર શંકા ગઇ હતી. આથી ડભોડા પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જોકે ગાડીનું ટાયર ફાટી જતા સોનારડા ગામના પાટીયા પાસેના નાળીયામાં ગાડી ઉતરીને ચાલક ભાગી ગયો હતો. નાળીોયામાં ઉતરેલી ગાડીની તપાસ કરતા તેમાંથી તેમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે જપ્ત લીધો હતો.

ડસ્ટર ગાડીમાંથી રૂપિયા 81600 કિંમતની 201 નંગ વિદેશી દારૂની બોટલ અને રૂપિયા 4 લાખ કિંમતની ડસ્ટર ગાડી સહિત કુલ રૂપિયા 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત લીધો છે. વિદેશી દારૂ લઇ જતી ડસ્ટર ગાડીના નંબરના આધારે વિદેશી દારૂનું વેચાણ કરતા શખસની તપાસ પોલીસે હાથ ધરી છે. દરમિયાન સેક્ટર-24ની ઝાડીમાં સંતાડેલી રૂપિયા 60 હજારની કિંમતની વિદેશી દારૂની 60 બોટલ જપ્ત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...