તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેડ બાદ PI સસ્પેન્ડ થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં દારૂ પકડાયા બાદ એક પછી એક બે પીઆઈ સસ્પેન્ડ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. 24 ફેબ્રુઆરીના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલે દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. 29 લાખની કિંમતનો દારૂ ઝડપાતા કલોલ તાલુકા પીઆઈ વી. એ. ડાભી અને પીએસઆઈ એમ. એચ.દેસાઈને ડીજીપીએ સસ્પેન્ડ કરી દીધા છે.

ત્યારે દારૂના બે કેસો સાથે હજારો શિક્ષકો પોલીસને થાપ આપીને વિધાનસભા પાસે પહોંચી જવાની ઘટનાની પગલે ગાંધીનગર પોલીસના પરફોર્મન્સ અંગે છેક ગૃહ સુધી નોંધ લેવાઈ હોવાની વાત છે.

સિરીયલ કીલરનો ખૌફ, ચોરી, હત્યા, મારામારી જેવી ઘટનાઓ વચ્ચે ગાંધીનગરમાં કોઈને કોઈ આંદોલનકારીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે ગુનેગારો અને આંદોલનકારીઓ વચ્ચે ભીંસમાં આવેલી ગાંધીનગર પોલીસ પણ મુંઝાઈ ગઈ છે. ગાંધીનગરમાં છેલ્લા કેટલાય સમયથી ક્રાઈમ રેટમાં વધારો થયો હોય તેમ એક પછી એક ગંભીર ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. તેમાં પણ સિરીયલ કીલરે ત્રણ હત્યાને અંજામ આપતા

અનુસંધાન પાના નં. 3...

રેડ બાદ PI...

શાંત અને સલામત કહેવાતા ગાંધીનગરમાં લોકો ભયના માહોલમાં જીવી રહ્યાં છે. બીજી તરફ દારૂના નાના-નાના કેસો વચ્ચે સ્ટેટ વિજિલન્સે કલોલ અને સેક્ટર-4માંથી પોલીસના નાક નીચેથી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડતા ઉચ્ચ કક્ષાએ પોલીસની ‘નબળી’ કામગીરી અંગે નોંધ લેવાઈ હતી. બંને કેસમાં ડીજીપીએ બે પીઆઈ અને એક પીએસઆઈને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. તો ઘણા લાંબા સમયથી કોઈ મોટા ગુનાનું ડિટેક્શન ન કરી શકેલી ગાંધીનગર પોલીસની કામગીરી એલસીબીએ 11 ચોરીનો ભેદ ઉકેલતા દેખાવાની જ હતી કે એજ દિવસે કલોલમાંથી વિજિલન્સે દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો. જેને પગલે દેખાવા જેવી કામગીરી ઉપર પણ પાણી ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો