તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ્કોર્ટ સાઇટ પર યુવતીઓના ફોટો બતાવી છેતરપિંડી કરતી ગેંગ ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં મકાન ભાડે રાખીને ‘સુરવીન સાનિયા’ નામે વેબસાઇટ ચલાવીને યુવકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ઈન્ફોસિટી પોલીસે યુવતી સહિત બે લોકોને ઝડપી પાડ્યા છે, જેઓ વેબસાઈટ સુંદર યુવતીઓના ફોટો બતાવીને પૈસા ટ્રાન્સફર કરાવતા હતા જે બાદ તેઓ ફોન ઉપાડવાનું જ બંધ કરી દેતા હતા. ઈન્ફોસિટી પોલીસ ઝડપાયેલા બંને લોકો સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓ છેલ્લા ત્રણ મહિનામાં ગાંધીનગર અને તેની આસપાસના 50 લોકો પાસેથી 2 લાખ કરતાં વધુ પડાવી ચૂક્યા છે.

ઈન્ફોસિટી પીઆઈ એસ. જે. રાજપૂતના માર્ગદર્શનમાં તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઓનલાઈન રેકેટ અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રાંદેસણ વિસ્તારમાં આવેલી પ્રમુખ રેસીડેન્સીના મકાન નં-93 ખાતે રેડ કરી હતી. જેમાં પેઈંગગેસ્ટ તરીકે રહેતાં એખલાકખાન મુર્તુઝાખાન પઠાણ (મંડળો બજાર, ઝારખંડ તથા સુપ્રિયા સુરેન્દ્રકુમાર રામચંદ્ર પાંડે (મૂળ-ભીતેહરા, આઝમગઢ ઉત્તરપ્રદેશ) ઝડપાયા હતા. જેઓ પાસેથી 7 મોબાઈલ મળી આવ્યા હતા. જેના મારફતે તે સાઈટ પર આવતા યુવાનોનો સંપર્ક કરતાં હતા અને સુંદર યુવતીઓના ફોટો મોકલતા હતા. જે બાદ ગૂગલ પે, પીટીએમ, ફોન પે, બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હતા.

_photocaption_{એસ્કોર્ટ સાઈટ પર યુવતીઓના ફોટો બતાવીને પૈસા પડાવતી ગેંગના યુવક-યુવતીને રાંદેસણ ખાતેથી ઈન્ફોસિટી પોલીસે ઝડપી પાડ્યા હતા.*photocaption*
અન્ય સમાચારો પણ છે...