તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર જિલ્લાના ઈસનપુર મોટાભાઈ ગામની સીમમાં 2017માં જમીનના ભાગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લાના ઈસનપુર મોટાભાઈ ગામની સીમમાં 2017માં જમીનના ભાગ બાબતે અદાવત રાખી સગાભાઈના દિકરા પર જીવલેણ હુમલો કરવાના કેસમાં બે આરોપીને કોર્ટે સજા ફટકારી છે.

27 એપ્રિલ 2017ના રોજ આરોપી સુરેશકુમાર ઉર્ફે બકાભાઈ, પ્રહલાદભાઈ રામાભાઈ પટેલ, હિનાબેન સંજયભાઈ પટેલ, શર્મીષ્ઠાબેન સંજયભાઈ પટેલ, જ્યોત્સના સુરેશભાઈ પટેલે (તમામ રહે-ઈસનપુર મોટા, ગુગરીયા વાસ) પોતાના બોર કુવા પર ઉમંગભાઈ ભરતભાઈ પટેલને ગાળોબોલી હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને સુરેશભાઈએ પગના ભાગે દાંતી મારી હતી અને અન્ય આરોપીઓએ માથામાં લોખંડની કોદાળી, લાકડી, પથ્થર વડે મારમાર્યો હતો

મારામારીમાં ફરિયાદીની સોનાની વીંટી અને મોબાઈલ પડી ગયા હતા. જે અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ ગાંધીનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આઈ. જે. વોરાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને અંતે કોર્ટે આરોપી સુરેશભાઈ ઉર્ફે બકાભાઈને 326ના ગુનામાં ચાર વર્ષની સખત કેદની જ્યારે પ્રહલાદભાઈને અઢી વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ સુરેશભાઈને એક લાખ રૂપિયાનો દંડ અને પ્રહલાદભાઈને 50 હજારનો દંડ ફટકાર્યો છે. જેમાંથી અનુક્રમે 90 અને 40 હજાર રૂપિયા ફરિયાદી યુવકને ચુકવવાનો હુકમ કર્યો હતો.

ઈસનપુર મોટાભાઈ ગામની સીમમાં 2017માં જમીનના ભાગ બાબતે અદાવત રાખી સગાભાઈના દિકરા પર જીવલેણ હુમલો કરવાનો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આ બાબતે 2 આરોપીને ફરમાવેલી સજાથી કોર્ટ સંકુલમાં સોપો પડી ગયો હતો. આ રીતે કૌટુંબિક ઝગડામાં બે શખ્સોને સજા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...