તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પનાના મુવાડા પાસે દારૂ ભરેલી કારને અકસ્માત બાદ લૂંટ મચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ |દહેગામ તાલુકાના પનાના મુવાડા પાસે દારૂ ભરીને જઈ રહેલી એક કારને અકસ્માત નડતા તેમાંથી રોડ પર ફેેંકાઈ ગયોલીદારૂની બોટલોને લેવા માટે આ વિસ્તાર નજીક રહેતા કેટલાંક લોકોએ રીતસરની લૂંટ ચલાવતા આ સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસ પહોંચે તે પહેલાં લોકો દારૂની બોટલો લઈને છૂ!
ગાંધીનગર જિલ્લાના દહેગામ બાયડ રોડ પર એક કારને અકસ્માત બાદ દારૂની લૂંટની ઘટના બની હોવાની સામે આવ્યું છે. દહેગામ બાયડ રોડ પર લિહોડા નજીક પનાના મુવાડા પાસે રવિવારે રાત્રે એક એસેન્ટ કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઇડમા ઉતરી પડી હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે GJ-27-C-7243 નંબરની કારમાં ઇંગલિશ દારૂ ભરેલો હોવાથી કાર ચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. જેને પગલે આસપાસથી દોડી આવેલા લોકો પોલીસે આવે તે પહેલાં કારમાં મુકેલો દારૂ લૂંટીને છૂ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા રખિયાલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી કારનો કબ્જો લઈને હાલ બિનવારસી કાર અંગેની કાર્યવાહી કરી વધુ તપાસ હાથધરી છે.

દહેગામ બાયડ રોડ પર લિહોડા નજીક પનાના મુવાડા પાસે રવિવારે રાત્રે એક એસેન્ટ કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઇડમા ઉતરી પડી હતી.ત્યારબાદ કારમાં ઇંગલિશ દારૂ ભરેલો હોવાથી કાર ચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો.જેની જાણ થતા આ વિસ્તાર નજીક રહેતા લોકોએ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. અને કારમાંથી બહાર રોડ પર પડી ગયેલી દારૂની બોટલો માટે પડાપડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...