તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેથાપુરગામની પે કેન્દ્ર શાળાનું નવંુ મકાન નહીં બનતાં હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | છ માસ અગાઉ પેથાપુર પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના મકાનને તોડી પાડવા છતાં તેના નિર્માણની કામગીરી ઘોંચમાં પડી હોવાથી તેની સીધી અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પડી રહી છે. બાકી રહેલા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને એક સાથે બેસાડવામાં આવી રહ્યા છે. આથી શાળાના નવીન મકાનના નિર્માણની કામગીરી ઝડપી કરવા વાલીઓમાં માંગ ઉઠવા પામી છે.

છ માસ અગાઉ શાળાના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક તેમજ ભૌત્તિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પરંતુ સમયસર સુવિધાઓ ઉપલબ્ધ નહી કરાતા તેની સીધી અસર વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય ઉપર પડી રહી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરથી માંડ પાંચેક કિલોમીટર દુર આવેલા પેથાપુરમાં આવેલી કુમાર પગાર કેન્દ્ર પ્રાથમિક શા‌ળાના જુના મકાનને છ માસ અગાઉ તોડી પાડ્યા હતા.શાળાનું જુનું મકાન તોડી પાડ્યા બાદ તેના નવા મકાનના નિર્માણની કામગીરી ઘોંચમાં પડી હોય તેમ હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી. જેને પરિણામે શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય બગડી રહ્યું છે.

શાળાનું જુનુ મકાન તોડી પાડ્યા બાદ બાકી રહેલા ક્લાસરૂમોમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને એક સાથે બેસાડવામાં આવી રહ્યા છે. જેને પરિણામે વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળ‌ી રહ્યું છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પડી રહેલી ગંભીર અસરને પગલે શાળાના નવા મકાનના નિર્માણની કામગીરી ઝડપી કરવા માંગણી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હોવાનું વાલીઓએ જણાવ્યું છે.

એક તરૅફ સરકાર તમામને મફત શિક્ષણ અને તમામ સુવિધા આપવાની વાતો કરે છે પણ આ શાળામાં છ માસ બાદ પણ શાળાનુ નવુ મકાન નહિ બનતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...