તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળી વેકેશનમાં BLOની કામગીરી સોંપાતાં પ્રાથમિક શિક્ષકોમાં આક્રોશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અન્ય સરકારી કર્મચારીઓની જેમ ઇએલ રજાનો લાભ પ્રાથમિક શિક્ષકોને મળતો નથી. તેને બદલે શિક્ષકોને દિવાળી વેકેશનનો લાભ મળે છે. પરંતુ દિવાળી વેકેશનમાં જ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે.

મતદારોના ચુંટણી કાર્ડમાં કોઇ ભૂલ હોય કે નવું ચુંટણી કાર્ડ કઢાવવા માટે નામ, સરનામા સહિતમાં ફેરફાર કરવાની કામગીરી ચુંટણી પંચ દ્વારા હાથ ધરાઇ છે. ત્યારે બીએલઓની કામગીરી પંચાયત મંત્રી, ગ્રામકક્ષાના કાર્યકરો, વીજળી બીલ વાંચનારાઓ, ટપાલી, સહાયક પરિચારીકાઓ, આરોગ્ય કાર્યકરો, મધ્યાહન ભોજનના કાર્યકરોને પણ સોંપવાનો ભારતના ચુંટણી પંચનો આદેશ હોવા છતાં તેની અમલવારી કરાતી નથી. ઉપરાંત માત્રને માત્ર પ્રાથમિક શિક્ષકોને જ કામગીરી સોંપવામાં આવતી હોવાનો આક્ષેપ શિક્ષકોએ કર્યો છે. શિક્ષકોએ વર્ષ-2015માં પંચાયત અને નગરપાલિકાની કામગીરી વેકેશન દરમિયાન કરી હોવા છતાં કોઇપણ પ્રકારની વળતર રજા કે કામગીરીનો દાખલો નહી આપ્યો હોવાની ચર્ચા શિક્ષકોમાં ઉઠવા પામી છે.

રાજ્યના અન્ય સરકારી કર્મચારીઓની જેમ જ શિક્ષકોને ઇએલ રજાનો લાભ મળતો નથી, તેને બદલે વેકેશનનો લાભ મળે છે. આથી વેકેશન દરમિયાન કામગીરી કરાવવાની હોય તો તેના માટે અલગથી પત્રથી જાણ કરવાની રહે છે. બીએલઓની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થઇ શકે તેમ નથી તો 15 દિવસનો સમય વધારી આપવાની માંગણી શિક્ષકોમાં ઉઠી છે. બીએલઓની કામગીરીને તારીખ 11મી, નવેમ્બરના રોજ ફોર્મેટ 2, 3, 4-બીમાં પૂર્ણ કરીને સાહિત્ય મામલતદાર કચેરી જમા કરવાના આદેશ થવાથી શિક્ષકોમાં રોષ ઉઠ્યો છે.

લેખિત ઓર્ડરથી શિક્ષકોને બોલાવવા માંગ
વહીવટને પારદર્શક અને સરળ બનાવવા માટે વધુને વધુ પ્રક્રિયાઓને ઓનલાઇન કરવા માટે ઇ ગવર્નન્સને સરકાર ફરજિયાત કરતી જાય છે. ત્યારે તંત્ર દ્વારા કરવેરા સહિતની બાબતોને ઓનલાઇન કરાઈ છે અને તેને પ્રોત્સાહન મળે તેના માટે વળતરની જાહેરાત પણ કરાયા બાદ લોકોનો પ્રતિસાદ મળ્યો હતો.આગામી દિવસોમાં વધુ સેવાઓને ઓનલાઇન કરવા માટે ડિઝિટીલાઈજેશન અનિવાર્ય બની ગયું છે. દરેક દસ્તાવેજ અને ફોર્મ ઓનલાઇન ઉપલબ્ધ રહે તેના માટે આ કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...