તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામમાંથી બીજા દિવસે પણ ચાઈનીઝ દોરીની 56 ફીરકી મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | દહેગામના સરદારનગર માર્કેટની દુકાનમાંથી શુક્રવારે એલસીબીએ પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની 160 ફીરકી ઝડપ્યા બાદ હવે દહેગામ પોલીસે એક દુકાનમાંથી 56 ફીરકીઓ જબ્બે કરી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

શહેરના ગાયત્રી કિરાણા સ્ટોરના માલિક સામે ગુનો નોંધાયો
દહેગામ પોલીસે વારાહી માતા રોડ પર આવેલા ગાયત્રી કિરાણા સ્ટોરની દુકાનમાં આ જથ્થો ઝડપીને દુકાન માલિક સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

દહેગામ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, દહેગામ સરદાર માર્કેટની સામે વારાહી માતા રોડ પર આવેલા ગાયત્રી કિરાણા સ્ટોરની દુકાનનો માલિક ગેરકાયદેસર રીતે ચાઈનીઝ રોદીનો જથ્થો રાખીને વેંચાણ કરે છે. જેને પગલે પોલીસે પર રેડ કરતાં દુકાન માલિક હરેશ રસીકલાલ શાહ (રહે-બી-93, પંકજ સોસાયટી, દહેગામ) મળી આવ્યો હતો. દુકાનમાં ચેક કરતાં બે બોક્સમાં 56 નંગ ફીરકી મળી આવી હતી.

આમ આ વિસ્તારમાંથી સતત બીજા દિવસે પણ આ રીતે ચાઈનીઝ દોરીની ફિરકીનુ વેચાણ કરનારો વેપારી પકડાઈ જતા હાલ આ બાબતે નગરમાં ભારે દોડધામ સહ ચકચાર મચી ગઈ છે. 5 હજારવાર એક ફીરકીના 600 રૂપિયા કિંમત લેખે પોલીસે 33600ની કિંમતની કુલ 56 નંગ ફીરકીઓ જપ્ત કરી છે.

દહેગામ પોલીસે ગાયત્રી કિરાણા સ્ટોરના માલિક હરેશ રસીકલાલ શાહ સામે જાહેરનામાના ભંગ બદલ 188 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. સતત બે દિવસ પોલીસે ચાઈનીઝ દોરી રાખતા વેપારીઓ પર કાર્યવાહી કરતા પ્રતિબંધિત ચાઈનિઝ દોરી રાખતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દહેગામના સરદારનગર માર્કેટની દુકાનમાંથી શુક્રવારે એલસીબીએ પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની 160 ફીરકી ઝડપ્યા બાદ સતત બીજા દિવસે પણ દહેગામ પોલીસે આ જ શહેરમાં આવેલી એક દુકાનમાંથી 56 ફીરકીઓ પકડી પાડીને તે અંગે કાર્યવાહી હાથ ધરતા શહેરમાં આવી પ્રવૃતિ કરતા અન્ય તત્વોમા ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...