તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનદ વેતનની માગ મુદ્દે 27મીએ સરપંચોનું એકતા મહાસંમેલન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માનદ વેતન આપવું, ગ્રામ વિકાસ માટે વાર્ષિક રૂપિયા 5 લાખની ગ્રાન્ટ આપવા સહિતની માંગણીઓ સાથે રાજ્યભરના સરપંચોનું મહાસંમેલન તારીખ 27મીના બુધવારે સવારે 9 થી 12 કલાક, ત્રિ-મંદિરની બાજુમાં, અડાલજ ખાતે યોજાશે. સરપંચોની માંગણીઓ નહી સંતોષાય તો તારીખ 3જી માર્ચથી આમરણાંત ઉપવાસની ચીમકી જન અધિકાર મંચે ઉચ્ચારી છે.

રાજ્યના 18275 ગામડાઓના વિકાસ માટે 13292 ગ્રામ પંચાયતો છે. ગામડાઓના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓની ગ્રાન્ટ સીધી ગ્રામપંચાયતને મળતી હોય છે. જેનો ઉપયોગ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યો દ્વારા કામગીરી કરવામાં આવે છે. આટલી સત્તા હોવા છતાં ગ્રામપંચાયતના સરપંચો દ્વારા વિવિધ માંગણીઓ દ્વારા રાજ્ય સરકારની સામે બાંયો ચડાવી છે.

સરપંચોને માનદ વેતન આપવું, અવિશ્વાસની દરખાસ્તનો કાયદાકિય અમલ કરવો, ગામના વિકાસ માટે વાર્ષિક રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ આપવી, નાણાંકિય કામોના ચેકમાંથી તલાટી કમ મંત્રીની સહિ નાબુદ કરવી, વીસ હજારથી વધારેના વિકાસ કામોની સત્તા આપવી, દબાણ મામલે સરપંચ ઉપર કેસ થવો ન જોઇએ.

ગામમાં દબાણ કલેક્ટરે દુર કરવું સહિતની માંગણીઓ સાથે રાજ્યભરના 5000થી વધારે સરપંચોનું મહાસંમેલન યોજાશે. મહાસંમેલન બાત માંગણીઓ અંગે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરવામાં આવશે.

આ અંગે રજૂઆતો કરવા છતાં ન્યાય નહિ મળે તો અને માંગણીઓ નહી સ્વિકારાય તો તારીખ 3જી,માર્ચથી આમરણાંત ઉપવાસની ચીમકી જન અધિકાર સંઘ સરપંચ સંગઠનના દિપકભાઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો