તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓમલેન્ડ માર્ક સ્કુલનો વાર્ષિકોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ઓમ એજ્યુકેશન ટ્રસ્ટ, અમદાવાદ સંચાલિત ઓમ લેન્ડમાર્ક સ્કુલનો વાર્ષિકોત્સવ સ્પંદન-2019ની ઉજવણી તાજેતરમાં કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ચીલ્ડ્રન, ધમાલ, ભક્તિ નૃત્ય, પંજાબી ડાન્સ, મરાઠી ડાન્સ, ફ્યુઝન ડાન્સ, શારિરીક આઇરજ, ટપોરી ડાન્સ, ફોક રાજસ્થાની ડાન્સ બોલીવુડ ડાન્સ સહિતના વિવિધ ડાન્સ રજુ કર્યા હતા. ઉપરાંત રમત ગમત, શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધી હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીઆઇજી એસ.કે.પ્રસાદ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...