તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં 5,632 સહિત જિલ્લામાં શિક્ષિત બેરોજગારની સંખ્યા 12, 115

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં શિક્ષિત બેરોજગારની નોંધણી માટેના લાઇવ રજીસ્ટરમાં નોંધાયા પ્રમાણે શિક્ષિત બેગોજગારોની સંખ્યા 12, 115 નોંધાઇ હોવાનું મંત્રીએ માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલના પ્રશ્નના જવાબમાં વિધાનસભામાં જણાવ્યુ હતુ. તેમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારની સંખ્યા ગાંધીનગર તાલુકામાં 5,632ની નોંધાયેલી છે.

જ્યારે કલોલમાં 2,658, દહેગામમાં 1,921 અને માણસા તાલુકામાં 1,904 શિક્ષિત બેરોજગાર નોંધવામાં આવ્યા છે. મંત્રીએ જણાવ્યું છે કે સતત ભરતી મેળાના આયોજન કરવાની સાથે જરૂરી માર્ગદર્શન પણ બેરોજગારોને પુરુ પાડવામાં આવે છે.

જિલ્લામાં અગાઉના વર્ષોથી શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમાં વર્ષ 2014માં 5, 979, વર્ષ 2015માં 7, 521, વર્ષ 2016માં 6, 279, વર્ષ 2017માં 10, 207 અને વર્ષ 2018માં 10, 370 બેરોજગારને રોજગારી પુરી પાડવામાં આવી હતી. તેની સામે શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. તેમાં વર્ષ 2014માં 11, 074, વર્ષ 2015માં 12, 252, વર્ષ 2016માં 11, 414, વર્ષ 2017માં 12, 366 અને વર્ષ 2018માં 12, 592 બેરોજગારની નોંધણી કરવામાં આવી હતી.

શિક્ષિત બેરોજગારોને રોજગારી અપાવવા માટે નોકરીદાતાઓની માગણી પ્રમાણે ભલામણ કરવામાં આવે છે. ઔદ્યોગિક અને લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવાની સાથે લશ્કરી ભરતી મેળાના સંબંધમાં લેખિત પરીક્ષા માટે તાલીમ વર્ગો યોજવામાં આવે છે.

તાલુકા કક્ષાએ સ્વરોજગાર શિબિર દ્વારા માર્ગદર્શન અપાય છે અને શાળા કોલેજમાં કેરિયર કોર્નર દ્વારા કારકીર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવતું હોય છે, તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો