તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખર્ચના હિસાબ રજૂ નહીં કરતા 2 અપક્ષને નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટણીના જંગમાં ઉતરેલા 17 ઉમેદવાર પૈકીના 2 અપક્ષ ઉમેદવારો દ્વારા શુક્રવારે ચૂંટણી પ્રચાર ખર્ચના હિસાબ રજુ કરવાની પ્રથમ મુદ્દતે કોઇ હિસાબો રજૂ નહી કર્યાના પગલે તેમને નોટિસ ફટકારવાની તજવીજ શરૂ કરાઇ છે. ભાજપના ઉમેદવાર અમિત શાહ દ્વારા પ્રચાર ખર્ચ તરીકે રૂપિયા 5.28 લાખ અને કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડા દ્વારા પ્રચાર ખર્ચ માટે 5.22 લાખના હિસાબ રજુ કરી દેવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના ખર્ચના નોડલ ઓફિસર એવા ડીડીઓ આર આર રાવલે મોડી રાત્રે જણાવ્યું કે હવે ફરીવાર ખર્ચના હિસાબો રજૂ કરવા માટેની નવી તારીખ 16મી એપ્રિલ નિયત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...