તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાજીપુરાની મંથન સ્કૂલમાં નવા વર્ષની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલ તાલુકાના હાજીપુરાના મેનાબા ચેરીટ્રેબલ ટ્રસ્ટ અમદાવાદ સંચાલીત મંથન અપંગ કન્યા સેવા સંકુલમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલની બધીજ દિવ્યાંગ બાળાઓને એક નાની પીકનીક કરવામાં આવી હતી. જે પારદેશ્વર મહાદેવ ત્યારબાદ શ્રીમાં અનંતાનંદ આશ્રમ વહેલાલ મુકામે દર્શન કરી બાળાઓએ સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા. તેમજ બપોરનું ભોજન લઇ વૈષ્ણોદેવી દર્શન કરી પરત ફર્યા હતા. ત્યારબાદ રાત્રી દરમિયાન નવા વર્ષ અંતર્ગત મંથનની દિવ્યાંગ બાળાઓ દ્વારા અભિનય નૃત્ય,નાટક અને સ્પીચ આપી 2019ના વર્ષને વેલકમ કર્યુ હતું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સંસ્થાની ગૃહમાતા જોષી જ્યોતિબેન, કળોતરા સરોજબેન, મીતલબેન,નીર્મલાબેન વગેરે બહેનો દ્વારા કરવામાં આવ્યુ હતું. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજની બળાઓએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...