તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીયોડ નજીક બિયરના 480 ટીન સહિત 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર-ચિલોડા હાઈવે પર ગિયોડ પાટીયા પાસેથી ગાંધીનગર એલસીબી-2 કારમાંથી બિયરના 480 ટીન ઝડપી પાડ્યા છે. પોલીસે પીછો કરતાં કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ જતા પોલીસે 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર એલસીબી-2ના પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં તેમની ટીમ ચિલોડા પંથકમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડકોન્સટેબલ કેવલસિંહ અને કોન્સ્ટેબલ ભવાનસિંહને દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી. ત્યારે તેઓ રોડ પર વોચમાં હતા ત્યારે છાલા તરફથી GJ-01-RK-8671 નંબરની કાર આવી હતી. જેથી પોલીસે તેને રોકાવાનો ઈશારો કરતાં ચાલકે કાર ગિયોડ ગામ તરફ વાળી દીધી હતી.

ત્યારબાદ તેનો પોલીસે પીછો કરતાં ચાલક થોડે આગળ જઈ અંધારામાં કાર મૂકીને ખેતરોમાં ભાગી ગયો હતો. પોલીસે આસપાસ તપાસ કરવા છતાં તે મળ્યો ન હતો. પોલીસે કારમાં ચેક કરતાં 20 પેટીમાં ભરેલા કુલ 480 બિયરના ટીન મળી આવ્યા હતા.

જેથી પોલીસે 48,000નો દારૂ અને 2 લાખની કિંમતની કાર કબ્જે લઈને આ અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે નંબરના આધારે અજાણ્યા કાર ચાલક સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

હિમતનગર-ચિલોડા હાઈવે પર ગિયોડ પાટીયા પાસેથી ગાંધીનગર એલસીબી-2એ કારમાંથી બિયરના 480 ટીન ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો