તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં નરોડાના આરોપીને 2 વર્ષ સાદી કેદની સજા થઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં ગાંધીનગર કોર્ટે એક આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. રાંધેજા ખાતે રહેતાં ફરિયાદી તેજમલભાઈ કરમશીભાઈ રબારીએ પોતાના ઓળખીતા નરોડા ગામના કલ્પેશભાઈ કિર્તીભાઈ વ્યાસને 4.60 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા.

પાંચ મહિનાના વાયદાના અંતે આરોપીએ ફરિયાદીને પાંચ લાખનો ચેક આપ્યો હતો જે રિટર્ન થતા તેમણે આ અંગે વકીલ મારફતે નોટિસ આપી હતી. તેમ છતા તેનો કોઈ જવાબ ન આવતા અંતે ફરિયાદીએ વકીલ યુ. આર. ઠાકોર મારફતે ધી નેગોસીએબલ ઈન્સ્ટુ્મેન્ટ એક્ટની કલમ 138 અંતર્ગત કોર્ટમાં કેસ કર્યો હતો.

જે કેસ છઠ્ઠા એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર. ડી. મહેતાની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલોને અંતે આરોપી કલ્પેશભાઈ વ્યાસને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.

આ સાથે ફરિયાદીને 30 દિવસની અંદર પાંચ લાખ રૂપિયા ચુકવવાનો આદેશ કરીને જો પૈસા ન ચુકવે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...