ફાયર બ્રિગેડ સંકુલમાં ફાયર અધિકારી, કર્મચારીના આવાસ ઝુંટવવા હિલચાલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાપાલિકાની કચેરી હાલમાં જુના બહુમાળી ભવનમાં કાર્યરત છે અને ભવનમાં હજુ પણ જગ્યા ઉપલબ્ધ છે. છતાં સેક્ટર 17માં ફાયર બ્રિગેડ સંકુલમાં ઝોનલ ઓફીસના નામે મહાપાલિકાની નવી કચેરીનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. અહીં વિશાળ જગ્યા હોવાથી ફાયર બ્રિગેડ માટેની વ્યવસ્થા સાથેનું જ પ્લાનિંગ કરાયું છે. પરંતુ ફાયર બ્રિગેડ માટેની આ જગ્યામાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે નવા બનાવાયેલા ક્વાર્ટરમાં મહાપાલિકાના કર્મચારીઓને આવાસ ફાળવવાની વાતૈ જોર પકડ્યું છે.

ફાયર બ્રિગેડના કર્મચારીઓથી શરૂ થયેલી આ વાતે મહાપાલિકામાં રીતસરની ચર્ચા જગાડી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલીઓ થઇ તે પહેલા ફાયર ઓફિસર અને ફાયર કર્મચારીઓના આવાસ સંબંધમાં કોઇ નોટિંગ થયાની ચર્ચા થઈ રહી છે. ત્યારે નોંધવું રહેશે કે ફાયર બ્રિગેડના સંકુલમાં જ તેના અધિકારી, કર્મચારીઓના આવાસ હોવાનું ફરજિયાત જેવું છે. અહીં નવા બાંધકામ શરૂ કરાયા ત્યારથી ફાયર કર્મચારીઓ અન્યત્ર ભાડાના મકાનમાં નિવાસ કરી રહ્યાં છે અને ફાયર બ્રિગેડને તંબુ સ્ટાઇલમાં સેક્ટર 22ના મેદાનમાં ખસેડવામાં આવેલું છે.

અન્ય સમાચારો પણ છે...