ગરીબ અને અનાથ બાળકો સાથે મધર ડેની ઉજવણી કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સ્મિત ફાઉન્ડેશન દ્વારા મધર્સ ડેની ઉજવણી ગરીબ અને અનાથ બાળકોની સાથે કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા ગરીબ અને અનાથ બાળકોને મીઠાઇ, બિસ્કીટ ખવડાવ્યા બાદ શૈક્ષણિક સાધનો પેન, પેન્સિલ, કલર બોક્સ આપ્યા હતા. ઉપરાંત બાળકોની સાથે વિવિધ રમતો રમીને મધર ડેની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને જીવનમાં માતાના મહત્વ વિશેની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...