તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસની સારી સ્થિતિથી મોદી-શાહને વારંવાર ગુજરાત આવવું પડે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે રાજીવ સાતવે બેઠક કરી હતી.

ભાસ્કર ન્યુઝ ગાંધીનગર

ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી. જે. ચાવડાને જીતાડવા માટે જિલ્લા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે કાર્યકરોનો ઉત્સાહ વધુ વધારવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જિલ્લા કોંગ્રેસના વોર્ડ પ્રમુખો, કોર્પોરેટર્સ સહિતના સ્થાનિક નેતાઓ સાથે બેઠક હતી જેમાં જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી અને હિમાંશુ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠક પહેલાં પત્રકારો સાથે વાતચીત કરતાં રાજીવ સાતવે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અને કાર્યકરોના ઉત્સાહને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને વારંવાર ગુજરાત આવવું પડે છે. જે દર્શાવે છે કે ગુજારાતમાં ભાજપની સ્થિતિ નાજુક અને કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે. ગુજરાતમાં આશ્ચર્યજનક પરિણામ આવશે. અમે 26 બેઠકો પર તાકાતથી લડીએ છીએ.’ અલ્પેશ ઠાકોર અંગે પુછાયેલા પ્રશ્નમાં સાતવે કહ્યું હતું કે, ‘પાર્ટી ક્યારેય કોઈ એક્શનમાં રોકાઈ નથી. થોડા સમયમાં બધુ ક્લિયર થઈ જશે. હવે આ મુદ્દો જ ખતમ થઈ ગયો છે.’

અન્ય સમાચારો પણ છે...