તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ સ્ટોરના સભ્યોને TBની દવાના વેચાણની માહિતી અપાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંથી ટીબી નાબુદીના અભિયાનના ભાગરૂપે જિલ્લા મેડિકલ સ્ટોર્સના સંચાલકોને કેન્દ્ર સરકારે ટીબીની દવાને શિડ્યુલ એચ-1માં મુકી છે. આથી દવાનું વેચાણ કરનાર દર્દીનું નામ સહિતની વિગતોનું રજિસ્ટ્રર નિભાવવા જિલ્લા ક્ષય અધિકારીએ સુચના આપી હતી. દવાનું વેચાણનું રજિસ્ટ્રર નહી નિભાવનાર મેડિકલ સ્ટોર્સના સંચાલકની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેની જાણકારી પણ આપી હતી.

કેન્દ્ર દ્વારા ટીબીની બિમારીને 2025 સુધીમાં નાબુદ કરવાના ભાગરૂપે ખાનગી ડોક્ટરોને ત્યાં નોંધાયેલા ટીબીના દર્દીઓની જાણકારી જિલ્લા ક્ષય કેન્દ્રમાં જાણ કરવાની સુચના આપવામાં આવી હતી. જેમાં ટીબીના દર્દીની જાણ નહી કરવા બદલ માણસાના એક ખાનગી તબિબની વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે ટીબીની નાબુદીના ભાગરૂપે જિલ્લાના મેડિકલ સ્ટોર્સના માલિકોને જાણકારી આપવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારે ટીબીની દવાને શિડ્યુલ એચ-1માં સમાવેશ કરવામાં આવ્યો છે. આથી ટીબીની દવાનું વેચાણ કરવા જિલ્લાક્ષય અધિકારીએ દવાના સ્ટોર્સના માલિકોને સુચના આપી હતી. ઉપરાંત ટીબીની દવાની ખરીદી કરનાર દર્દીનું નામ, સરનામું તેમજ મોબાઇલ નંબર સહિતી વિગતો સાથેનું રજિસ્ટ્રર નિભાવવાની સુચના આપી હતી.

ટીબીની દવાનું વેચાણ કરવા છતાં જો રજિસ્ટ્રર નિભાવવામાં નહી આવે તો કેન્દ્ર સરકારના ટીબીની બિમારી અંગે પ્રસિદ્ધ કરેલા નોટીફિકેશન એક્ટ અંગની જાણકારી આપી હતી. ઉપરાંત નોટીફિકેશન એક્ટની અમલવારી નહી કરવા બદલ કેવા કેવા પ્રકારના પગલાં લઇ શકાય તેનાથી પણ મેડિકલ સ્ટોર્સના માલિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જિલ્લાના દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર તાલુકાના મેડિકલ સ્ટોર્સના માલિકો સાથે તબક્કાવાર બેઠકો યોજીને જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો