તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસા | માણસા શહેરના તખ્તેશ્વર રોડ પર ખોડલ રેસીડેન્સી મા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | માણસા શહેરના તખ્તેશ્વર રોડ પર ખોડલ રેસીડેન્સી મા ગત રવિવારથી શ્રીરામ ચરિત માનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કથાના વક્તા બંસીધર મહારાજના કંઠેથી રામચરિતમાનસના લોકો અને મંત્રો સાથે દરેક પ્રસંગોની એક અલગ આગવી છટાથી થતું વર્ણન જેમાં મોટી સંખ્યામાં પધારતા શ્રોતાઓ દરેક પ્રસંગને જાણે નજર સામે ચાલી રહ્યો હોય તે મસ્તી માં લીન થતાં જોવા મળી રહ્યા છે. આજરોજ આ કથામાં રામ સીતા ના લગ્નનો ભવ્ય મહોત્સવ યોજાયો હતો. જેમાં બે કુમારિકાઓએ રામ-સીતાનુ આબેહુબ પાત્ર ભજવવાની સાથે ભવ્ય વરઘોડો અને એક પરિવાર દ્વારા સીતા માતાનું કન્યાદાન પણ કરવામાં આવ્યું હતું. સાથે વિદાય સમયે ઉપસ્થિત સૌની આંખોમાં પાણી ભરાઇ ગયા હતા અને આ પ્રેરક પ્રસંગ જાણે અત્યારે જ રામ સીતાના લગ્ન થતા હોય તેવા ફટાણાના ગીતો સાથેના માહોલમાં લોકોએ મનભરીને કાર્યક્રમને માણ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...