તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડસ્ટ ફ્રી સિટી માટેનો ઓસ્ટ્રેલિયન ઘાસનો પ્રોજેક્ટ આખરે પડતો મૂકવા મનપાનો નિર્ણય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરને દેશનું પ્રથમ ડસ્ટ ફ્રી સિટી બનાવવા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીએ કલ્પના કરી હતી. તેનાં માટે દરેક માર્ગની સાઇડ પરની અને જાહેર સ્થળો આસપાસની ખૂલ્લી જગ્યા પર સતત ભેજને જાળવી રાખીને ધૂળને શોષી લેતા ઓસ્ટ્રેલિયન ઘાસ ઉગાડવાની યોજના અમલી બનાવાઇ હતી.

પરંતુ જાળવણીના મામલે આ યોજના ખર્ચાળ સાબિત થતાં પડતી મૂકી દેવાઈ છે. તેના વિકલ્પે હવે આવા સ્થળોએ હવે પેવર બ્લોક પાથરવાનો નિર્ણય લઇને તેનો અમલ કરી દેવાયો છે. એકવાર પેવર બ્લોક પાથર્યા પછી તેની જાળવણી કરવાની રહેતી નહીં હોવાથી તેમાં સરવાળે ઘણો ઓછો ખર્ચ થાય છે.

પાટનગરમાં મહાપાલિકા દ્વારા ગત વર્ષથી ડસ્ટ ફ્રી સિટી કોન્સેપ્ટ અંતર્ગત સિમેન્ટ કોન્ક્રિટના સિમેન્ટ બ્લોક પાથરવાની 80-20ની ટકાવારી મુજબ ખર્ચની યોજના લોક ભાગીદારીથી અમલી કરવામાં આવી છે. તેમાં સોસાયટીઓમાં સરકારના 80 ટકા અને લોકોના 20 ટકા ખર્ચ ભાગીદારીનાં ધોરણે કામ કરી અપાય છે અને આ યોજનાને વ્યાપક લોક પ્રતિસાદ મળ્યો છે.

હવે આ યોજના ઉપરાંત રોડની સાઇડ પર ફૂટપાથ ઉપરાંતની ખૂલ્લી રહેતી જગ્યામાં પણ પેવર બ્લોકિંગ કરવાની શરૂઆત પાટનગર યોજના વિભાગ દ્વારા કરી દેવાતાં મુખ્યમાર્ગો પર ધૂળ ઉડવાની સમસ્યા મર્યાદિત થતી જશે.

પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરના વધુ બે મુખ્યમાર્ગ ક અને ખ રોડને સિક્સલેન કરવામાં આવશે અને તેના પાછળ 20 કરોડનો ખર્ચ અંદાજાયો છે. આ યોજનામાં શરૂઆતથી જ માર્ગને સમાંતર ફૂટપાથ અને ખાલી જગ્યામાં પેવર બ્લોકિંગ કરી દેવાનો નિર્ણય કરાયો છે.તેથી હવે આ પ્રોજેકટ આગળ નહિ વધે.

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા પાટનગર યોજના વિભાગના આગામી બજેટમાં આ ખર્ચનો સમાવેશ કરી દેવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

ઓસ્ટ્રેલિયન ઘાસને નિયમીત પાણી આપવુ પડે છે
ઓસ્ટ્રેલિયન ઘાસ વાવ્યા બાદ તેને નિયમિત પાણી આપવું અને તેની કાપણી નિયમિત કરવાનું અનિવાર્ય છે. તેના માટે માળી રાખવા ઉપરાંત આખું વ્યવસ્થા તંત્ર ઉભુ કરવા અને આ કામગીરી સતત ચાલતી રાખવામાં મોટો ખર્ચ થાય છે. તેમ છતાં ઉનાળામાં 40 ડિગ્રી ઉપરાંતની ગરમીના દિવસોમાં ઘાસ બળી જવાના બનાવ બને છે. તેની સામે પેવર બ્લોક એકવાર પાથરી દીધા પછી તેની કોઇ જાળવણી કરવાની રહેતી નથી અને તે ટકાઉ રહે છે. તેના પરથી કચરો આસાનીથી વાળી શકાય છે. આ ઉપરાંત રહેવાસીઓ તેનો વોક-વે તરીકે ઉપયોગ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો