તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મલેરિયાના દર્દીઓ અને મચ્છર શોધતા કર્મીઓને મહિનાથી પગાર મળ્યો નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જિલ્લા સાથે મનપા વિસ્તારમાં પણ વાહકજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ કપરી બની રહી છે. જો ફીલ્ડ વર્કરોને મેદાને ઉતારીને એક એક ઘરે પહોંચાડાય અને તેઓ કામગીરી કરી શકે તો જ મચ્છર અને મલેરિયાના દર્દીની સંખ્યામાં ઘટાડો થઇ શકે તેમ છે. આમ છતાં મનપામાં મલેરિયા શાખામાં કામ કરતા ફીલ્ડ વર્કરોના પગાર નિયમિત થતાં નથી.

મનપા દ્વારા અપાતા 302 દૈનિક વેતનમાં રજાના પૈસા ચૂકવાતા નથી
દૈનિક ધોરણે કામ કરતાં આ કર્મચારીઓનો ગત મહિનાનો પગાર હજુ સુધી ચૂકવાયો નહીં હોવાથી હવે કામગીરી પર અસર દેખાઇ રહી છે. દૈનિક મળી આવતા દર્દીની સંખ્યા 25, 30ના બદલે 35થી વધુના આંકડે પહોંચી ગઇ છે.

મેલેરિયા શાખાના ફીલ્ડ વર્કર કર્મચારીઓ આઉટસોર્સ કોન્ટ્રાક્ટર મારફત લેવામાં આવતા હોય છે. અને કોન્ટ્રાક્ટરના પગાર બિલ મંજુર કરવામાં નહીં આવવાના કારણે નાના માણસો તહેવારના દિવસો માથે આવી ગયા છે ત્યારે જ મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે. તેઓને રૂપિયા 302 લેખે દૈનિક પગાર ગણઈને નાણા ચૂકવવામાં આવે છે. તેમાં પણ રજાના દિવસો અથવા કર્મચારી અસામાન્ય સંજોગોમાં પણ રજા પાડે ત્યારે તે દિવસના પૈસા કાપી લેવામાં આવતા હોવાથી તેમના હાથમાં મહિને પુરા 8 હજાર રૂપિયા પણ આવતાં નથી.

કર્મચારીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, અનેક રજૂઆત કરવા છતાં તેમને ઓળખકાર્ડ આપવામાં આવતાં નથી. આ સંજોગોમાં ખાસ કરીને વીઆઇપી વિસ્તારોમાં તો કોઇ ઘરના આંગણાંમાં જવા માટે પણ તેમને પ્રવેશ મળતો નહીં હોવાથી મચ્છર અને બ્રિજીંગ શોધવાની કામગીરી ખુબ કપરી બની રહે છે. જો ઓળખકાર્ડ પવામાં આવે અને દરેક ઘરમાં કર્મચારી પહોંચી શકે તો વધુ માત્રામાં પોરાં અને દર્દી મળી આવવાની પુરી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...