તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાનગી કંપનીને હરિયાળી સજાવટની જાળવણી સોંપાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર શહેર માટે હાથ ધરાયેલા સિટી બ્યુટીફિકેશન પ્રોજેકટને અહીં મહાત્મા મંદિર પર વાઇબ્રન્ટ સમિટના આયોજનના પગલે નોંધનીય વેગ મળી ગયો હતો.

અમદાવાદને જોડતા અને સતત ધમધમતા કોબા હાઇ-વેના બ્યુટીફિકેશન માટે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કરવામાં આવેલા સેન્ટ્રલ વર્જ ડેવલપમેન્ટ તથા ફૂલછોડની જાળવણીનું કામ હવે ખાનગી કંપનીને 11 લાખના વાર્ષિક કરારથી સોંપી દેવા ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અધિકારીઓ કહે છે કે, અહીં વાઇબ્રન્ટ સમિટ વખતે વાવવામાં આવેલા વૃક્ષો ઉછરી જશે.

રાજાની કુંવરીની માફક દિવસ-રાત વિકસી રહેલા ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આગામી વર્ષોમાં ઘણા નવા પ્રોજેકટ હાથ ધરાવાના છે. પરિણામે ગાંધીનગર-કોબા હાઇ-વેના બ્યુટીફિકેશન માટે વિશેષ આયોજનો હાથ ધરાયા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન ગાંધીનગર આવતા દેશ-વિદેશના મહાનુભાવોને હરિયાળી જાહોજલાલી દેખાડવા ગાંધીનગર-કોબા હાઇ-વેનું બ્યુટીફિકેશનનું કામ રાતોરાત હાથ ધરાયું હતું. હવે આ તમામ સુશોભનની જાળવણી માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કેમ કે, તે વૃક્ષો સુકાઇ રહ્યાંની બૂમ ઉઠી છે.

મનોહારી દેખાતા વૃક્ષો હાલ સૂકાઇ ગયેલા ઠૂંઠા જેવા લાગે છે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે, આ વૃક્ષો 2થી 3 વર્ષની ઉંમરના છે અને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવાને કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. આ વૃક્ષો ફરી લીલાછમ્મ જોવા મળશે. તેના સંવર્ધન માટેના પ્રયાસો ચાલી રહ્યાં છે.

એટલું જ નહીં આ તમામ બ્યુટીફિકેશનની જાળવણી માટે ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવનાર છે. ગાંધીનગર-કોબા હાઇ-વે પર 4 કિલોમીટર વિસ્તારમાં સેન્ટ્રલ વર્જમાં કરવામાં આવેલી હરિયાળી સજાવટની જાળવણી અને નિભાવ માટે ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા વર્ષે 11 લાખનો ખર્ચ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો