LRD અનામત-બિન અનામત મહિલા ઉમેદવારોના ‘હઠયોગ’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એલઆરડી ભરતીમાં મહિલા ઉમેદવારોનો મુદ્દો સરકાર માટે મુશ્કેલીરૂપ બની ગયો છે. એક તરફ 66 દિવસોથી પોતાના હક માટે એસસી, એસટી, ઓબીસીની મહિલા ઉમેદવારો 1/8/2018 પરિપત્ર રદ કરવાની માંગ કરી રહી છે. તો સામે બીન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પરિપત્રમાં તેમને અન્યાય કરતો કોઈ સુધારો ન કરવાની માંગણી કરી રહી છે.

મંગળવારથી શહેરમાં બીન અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં ધામા નાખી દીધા હતા. હાલ તેઓ ઘ-4 સ્થિત ગાર્ડનમાં પ્રદર્શન કરી રહી છે. ગુરૂવારે સવારે દિવસની શરૂઆત તેઓએ યોગ સાથે કરી હતી. જે જોતા કહીં શકાય તે સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓ જ્યારે ઘ-4 ખાતે બીન અનામત વર્ગની મહિલા ઉમેદારોએ ‘હઠયોગ’ ચાલુ કર્યા છે. જોકે, ગુરુવારે સવારે સાત વાગ્યે તમામ મહિલા ઉમેદવારો ફરીથી ઘ-4 સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સરદાર પટેલના પૂતળા પાસે મોરચો માંડી દીધો હતો.

અનામત વર્ગની મહિલાઓ GR રદ કરવાની માંગ પર અડગ


બંધારણીય અધિકાર આંદોલન સમિતિના હસમુખ સક્સેનાએ કહ્યું હતું કે, ‘એસસી, એસટી અને ઓબીસી બહેનોનું આંદોલન કોઈ સમાજ સામેનું આંદોલન નથી. અમે કોઈનો હક્ક છીનવવા માટે નથી લડી રહ્યા પણ સંવિધાન મુજબ માત્ર ન્યાય માંગી રહ્યા છીએ. આ ઠરાવને કારણે EWSની બહેનોને અન્યાય થઈ રહ્યો છે.

રાત્રે 3 વાગ્યા સુધી યુવતીઓ રસ્તા પર બેસી રહી


બુધવારે બપોરે સે-12 ઉમિયા મંદિર ખાતે મળેલી ચિંતન શિબિર બાદ બીન અનામત મહિલા ઉમેદવારના આંદોલને વેગ પકડ્યો હતો. જેમાં સાંજે કલેક્ટર કચેરી સામે, તે બાદ રાત્રે એસટી ડેપો સામે રોડ પર બેઠેલી મહિલા ઉમેદવારો રાત્રે ત્રણ વાગ્યે આગેવાની સમજાવટથી પાછી ઉમિયા મંદિર ખાતે પહોંચી હતી.


જિલ્લા કલેક્ટરોને આવેદન અપાશે


બીન અનામતની મહિલા ઉમેદવારો દ્વારા દિનેશ બાંભણિયા અને રાજ શેખાવતની આગેવાનીમાં આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે દરેક જિલ્લામાં આંદોલનને વેગ આપવા જિલ્લા લેવલે સમિતિઓ બનાવાઈ છે. જે દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદન આપશે.

આંદોલનને સર્મથન

ન્યાયની જીદ : મંગળવારથી જ બીન અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં ધામા નાખી દીધા હતા

{એલઆરડી એસસી, એસટી, ઓબીસીની મહિલા ઉમેદવારોના સમર્થનમાં ં વિવિધ સમાજના આગેવાનો આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...