તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષાનું ચલણ ભરવા લાંબી લાઇનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | છેલ્લા બે દિવસથી પોસ્ટલ કર્મચારીઓની હડતાલને પગલે સ્પર્ધાત્મક પરીક્ષાના ચલણ સ્વિકારવા સહિતની કામગીરી ઠપ્પ રહેવા પામી હતી. પોસ્ટલ કર્મચારીઓની હડતાલ પૂર્ણ થતાં જ બુધવારે સ્પર્ધાત્મક પરીક્ષાના ચલણ ભરવા માટે પોસ્ટ ઓફિસોમાં લાંબી લાંબી લાઇનો જોવા મળતી હતી. ચલણ ભરવામાં મુશ્કેલી પડે નહી તેની પોસ્ટ માસ્તર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી હતી. અને ઉમેદવારોને આ કામગીરી માટે લાંબો સમય રાહ જોવી પડી હતી.

પોસ્ટ વિભાગના કર્મચારીઓની બે દિવસની હડતાલના કારણે કામનું ભારણ વધી ગયુ
દેશભરના પાેસ્ટલ કર્મચારીઓ 8 અને 9 એમ બે દિવસ હડતાલ પર ગયા હતા. જેના પગલે નાણાંકિય વ્યવહારો અટકી પડ્યા હતા. ઉપરાંત પોસ્ટની કામગીરી જાણે ઠપ્પ થઇ જતા સુમસામ માહોલ પોસ્ટ ઓફિસોનો જોવા મળતો હતો.

જોકે પોસ્ટલ વિભાગમાં પ્રોબેશન પિરીયડ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલમાં નહી જોડાયા હોવાથી પોસ્ટ ઓફિસોમાં આંશિક કામગીરી ચાલુ રહેતી હતી. પોસ્ટ ઓફિસોમાં પ્રોબેશન પિરીયડના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાની લોકોને જાણ નહોતી. જેને પરિણામે સ્પર્ધાત્મક પરીક્ષાના ચલણ ભરનારાઓએ પોસ્ટ ઓફિસ તરફ જોવા મ‌ળતા ન હતા.

જોકે પોસ્ટલ કર્મચારીઓની બે દિવસીય હડતાલની ગઇકાલે પૂર્ણાહુતી થતા જ આજથી તમામ પોસ્ટ ઓફિસોમાં રાબેતા મુજબ કામગીરીનો ધમધમાટ જોવા મળ‌તો હતો. બે દિવસની હડતાલ પૂર્ણ થતાં જ આજે પોસ્ટ ઓફિસોમાં કામગીરીનું ભારણ વધી જવા પામ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના ચલણ ભરવાની આજે તેમજ આવતીકાલે અંતિમ તારીખ હતી. આથી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ઉમેદવારો દ્વારા ચલણ ભરવા માટે સવારથી જ પોસ્ટ ઓફિસોમાં આવવા લાગ્યા હતા. જેને પરિણામે પોસ્ટ ઓફિસોમાં લાંબી લાંબી લાઇનો જોવા મળતી હતી.

જોકે ગાંધીનગર જીપીઓમાં તો ચલણ ભરનારાની લાઇન બહાર સુધી પહોંચી હતી. જોકે ચલણ ભરનારાઓને કોઇપણ પ્રકારની તકલીફ પડે નહી તે માટે પોસ્ટ માસ્તર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

પોસ્ટ વિભાગની હડતાળથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરનારા ચલણ ભરવા માટે પોસ્ટઓફિસોમાં ઉમેદવારોની લાઈનો લાગી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...