તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકસભા ગાંધીનગર સીટ પર ભાજપનો દબદબો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજેશ ખન્ના કે ટી. એન. શેસાન પણ ભાજપનો વિજય રથ અટકાવી શક્યા નથી, આ વખતે પણ વિજય રથ આગળ ધપવા સંભાવના
14 ચૂંટણીમાં 9 વખત ભાજપની જીત
બેઠક પર એક પેટા ચૂંટણી સહિત 14 વખત યોજાયેલી ચૂંટણીમાં ત્રણ વખત કોંગ્રેસ, એક વખત ભારતીય લોકદળ અને એક વખત કોંગ્રેસ (ઓર્ગેનાઝેશન) અને 9 વખત ભાજપની જીત થઈ છે. એટલે કે 1989થી શંકરસિંહ વાઘેલાએ શરૂ કરેલી ભાજપની જીતની સફર હજુ પણ વણથંભી છે.

ત્યારે આ વખતે પણ ભાજપના ઉમેદવારનો આ બેઠક પર વિજય થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

સિટિંગ MP v/s સિટિંગ MLA વચ્ચે જંગ
1991થી આ બેઠક પર હંમેશા રાષ્ટ્રીય નેતા વર્સિસ સ્થાનિક નેતાનો જંગ હોય છે. આ વખતે પણ એ પરંપરા જળવાઈ રહેલી છે. તો આ જંગ રાજ્યસભાના સિટિંગ એમપી અમિત શાહ સામે વિધાનસભાના સિટિંગ ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાનો છે. જેમાં જે જીતશે એ પોતાની હાલની બેઠક ખાલી કરશે અને તેના પર પેટા ચૂંટણી યોજવી પડશે. આ બેઠક પર પહેલી વાર અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે.

બેઠકનું નામ ‘ગાંધીનગર’ પણ અમદાવાદના મતદારો નિર્ણાયક બને છે
ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડીયા,વેજલપુર, નારણપુરા, સાબરમતી સાત વિધાનસભા બેઠકો આવે છે. જેમાંથી સૌથી વધુ પટેલ (2,44,074), વણિક (1,42,023), બ્રાહ્મણ (1,25,811), ઠાકોર (1,30,846) ક્ષત્રિય (74,843), વિશ્વકર્મા (1,34,943), મુસ્લિમ (1,08,908) અને દલિત (1,88,090) મતદારો છે. ગાંધીનગર લોકસભા બેઠક પર ગાંધીનગર જિલ્લાની માત્ર બે જ વિધાનસભા બેઠકો આવે છે બાકીની પાંચ બેઠકો અમદાવાદ જિલ્લાની આવે છે જે જીત માટે નિર્ણાયક બને છે.

સાંસદના સાક્ષાત્કારમાં મતદારોને નિરાશા
આ બેઠક પર રાષ્ટ્રીય નેતાઓ ઉમેદવારી કરતાં હોવાથી મતદારો હોંશેહોંશ તેમને જીતાડે છે. પરંતુ સાંસદનો સાક્ષાત્કાર કરી શકાતો નહીં હોવાનો વસવસો અહીંના મતદારોમાં છે. રાષ્ટ્રીય નેતાઓ મોટેભાગે દિલ્હીમાં વ્યસ્ત રહેતાં હોવાથી મત વિસ્તારમાં ભાગ્યે જ આવે છે તેવો અનુભવ મતદારોને છેલ્લા 28 વર્ષથી થઈ રહ્યો છે.

સુપરસ્ટાર રાજેશ ખન્ના પણ ફેલ ગયા
વાજપેયી ગાંધીનગર બેઠક ખાલી કરતાં પેટા ચૂંટણી થતા ભાજપે વકીલ એવા અમદાવાદના સ્થાનિક ઉમેદવાર વિજય હરિશચંદ્ર પટેલને ઉભા રાખ્યા. જેની સામે કોંગ્રેસે સુપરસ્ટાર રાજેશ ખન્નાને મેદાને ઉતાર્યા. 1989માં અઢી લાખથી વધુ મતોના માર્જિન સાથે શંકરસિંહે શરૂ કરેલા વિજય રથને રાજેશ ખન્ના અટકાવી દે તેવું લાગતું હતું પરંતુ સ્થાનિક ઉમેદવાર સામે તેઓ ફેલ ગયા અને 61,164 મતોથી હારી ગયા.

આ સીટ પરના અત્યાર સુધીના વિજેતા અને રનર્સઅપ ઉમેદવારો


અન્ય સમાચારો પણ છે...