• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • PG હોસ્ટેલના રેક્ટરનુ નજીવી બાબતે કર્મી. સાથે અસભ્ય વર્તન

PG હોસ્ટેલના રેક્ટરનુ નજીવી બાબતે કર્મી. સાથે અસભ્ય વર્તન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડીકલ કોલેજના ઓડીટોરીયલ હોલમાં ગુરૂવારે રાજ્યના આરોગ્ય વિભાગનો એક કાર્યક્રમ હતો. કોલેજના એક કર્મચારી કાર્યક્રમમાં વ્યસ્ત હતા. તે દરમિયાન મેડીકલ કોલેજમાં પીજી હોસ્ટેલના રેક્ટરે ફોન કર્યો હતો. પરંતુ કર્મચારીએ ફોન રીસીવ નહિ કરતા તે બાબતને લઇને શુક્રવારે મેડીકલ કોલેજમાં જ રેક્ટર અને કર્મચારી વચ્ચે તૂ તૂ મેં મેં થઇ ગઇ હતી. ભાન ભૂલેલા રેક્ટરે કર્મચારીને ગાળો બોલી હતી. જ્યારે આખો મામલો ડીન સુધી પહોંચ્યો હતો અને થાળે પાડવામાં આવ્યો હતો.

ગાંધીનગર સિવિલ કેમ્પસમાં આવેલો ઓડીટોરીયલ હોલ મેડીકલ કોલેજ સંચાલિત છે. આરોગ્ય વિભાગ કે સરકારના કાર્યક્રમ કરવા કોલેજમાંથી મંજુરી આપવામાં આવતી હોય છે. ગુરૂવારે આરોગ્ય વિભાગનો કાર્યક્રમ હતો. તે દરમિયાન કોલેજમાં પીજી હોસ્ટેલમાં ફરજ બજાવતા કર્મચારી કાર્યક્રમને લઇને કામગીરી કરી રહ્યા હતા. ત્યારે પીજીના હોસ્ટેલમાં ફરજ બજાવતા રેક્ટરે કર્મચારીને ફોન કર્યો હતો. પરંતુ કોઇ કારણોસર ફોન રીસીવ થઇ શક્યો ન હતો.

ફોન રીસીવ નહિ થવાની મામલો બીજા દિવસ શુક્રવારે ગરમાયો હતો. રેક્ટર અને કર્મચારી વચ્ચે કોલેજની કચેરીમા જ બબાલ થઇ હતી. પાંચેક મીનીટ ચાલેલી માથાકૂટમાં રેક્ટરે કચેરીમાં જ ગાળાગાળી પણ કરી હતી. ત્યારે આખી કચેરીમા સોપો પડી ગયો હતો. આ બબાલનો શાંત નહિ થતા આખરે ડીન પાસે મામલો પહોંચ્યો હતો. ડીનની સમજાવટ બાદ બબાલ શાત થઇ હતી. ત્યારે બબાલમાં દુ:ખે છે પેટ અને કૂટે છે માથુ તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...