વિશ્વ શાંતિ મિશનના 40 વિદેશીએ દાંડી કુટીર નિહાળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટનગરનુ ગાંધી મંદિર દેશ અને હવે દુનિયામાં પ્રસિદ્ધિ પામી રહ્યુ છે. પર્યટકોનો દિવસે દિવસે ધસારો જોવા મળી રહ્યો છે. વિશ્વ શાંતિ મિશનમાં નિકળેલા 40 વિદેશીઓએ મહાત્મા મંદિરની મુલાકાત લીધી હતી. જેમાં અમેરીકા, ઓસ્ટ્રેલીયા, જાપાન સહિતના નાગરિકો મહાત્મા મંદિર નિહાળીને પ્રભાવિત થઇ ગયા હતા.

મહાત્મા મંદિરમાં દાંડી કુટીરને નિહાળવા માટે રાજ્યભરના લોકો આવી રહ્યા છે. વિશ્વ શાંતિનો સંદેશ લઇને નિકળેલા 40 પ્રતિનિધિઓએ દાંડી કુટીરની મુલાકાત લીધી હતી. જેમાં અમેરીકા, જાપાન, ઓસ્ટ્રેલીયા, કેનેડાના નાગરિકો મંદિરને નિહાળી દંગ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...