ખેડુતોને પરંપરાગત ખેતીથી કૃષિ સાહસિક બનાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ખેડુતોનાં સંતાનો ખેતી છોડીને શહેરમાં નોકરી કરવા લાગ્યા છે. જેની સામે યુવા ખેડુતોને યોગ્ય તાલીમ અને નવી ટેકનોલોજીનું માર્ગદર્શન આપવામાં આવે તો પોતાનાં જ ખેતરમાંથી સારી આવક મળવા સાથે સ્થાનિકોને પણ રોજગારીની તકો મળે તેવા હેતુથી રાંધેજા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિ ઉદ્યોગ સાહસીકતાનાં તાલીમ વર્ગો શરૂ કરાયા છે.

પશુપાલન, નર્સરી, મધ ઉછેર અંગે માર્ગદર્શન
ખેતીપ્રધાન દેશ ગણાતા ભારતમાં પરંપરાગત ખેતીનાં કારણે ઉત્પાદન ઘટી રહ્યુ છે જેની સામે યુવા ખેડુતોને યોગ્ય તાલીમ અને નવી ટેકનોલોજીનું માર્ગદર્શન આપવામાં આવે તો પોતાનાં જ ખેતરમાંથી સારી આવક મળવા સાથે સ્થાનિકોને પણ રોજગારીની તકો મળે તેવા હેતુથી રાંધેજા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિ ઉદ્યોગ સાહસીકતાનાં તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજાનાં વિષય નિષ્ણાંત ભરતભાઇ હડીયાનાં જણાવ્યાનુંસાર આ સંસ્થાનું મુખ્ય કામ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારનાં ખેડુતોને કૃષિને લગતા વિવિધ મુદ્દે તાલીમ આપવાનું, સંશોધન તથા નિદર્શન કરવાનું તથા કૃષિ ક્ષેત્રે આવતા નવા લાભદાયક કન્સેપ્ટ ખેડુતો સુધી પહોચાડવાનું છે. જેમાં ખેતી, પશુપાલન, નર્સરી, મધ ઉછેર, સજીવ ખેતી તથા નવી ટેકનોલોજી ખેડુતો સુધી પહોચાડવાની કામગીરી કરવામાં આવે છે. જેમાં ખેડુતોને આમંત્રીત કરીને વર્ગો લેવામાં આવે છે. સાથે સાથે ચોક્કચ જગ્યાએ તૈયાર કરેલા પાકની ફિલ્ડ વીઝીટ કરાવવા સાથે નિદર્શન પણ કરાવવામાં આવે છે. ત્યારે હાલ કૃષિ ઉદ્યોગ સાહસીકતા અંગે 35 જેટલા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારનાં યુવાનોને તાલીમ આપવામાં આવી છે. સંસ્થા દ્વારા તાલીમ શિબીરો ચાલતી જ રહે છે. પરંતુ ખેડુતો પણ આ દિશામાં રસ લે તે મહત્વનું છે. સંસ્થા દ્વારા તો આમંત્રણ આપવામાં આવે જ છે. ત્યારે કૃષિ ઉદ્યોગ સાહસીક તાલીમનો હેતુ પણ યુવા ખેડુતોને કૃષિ ક્ષેત્રની ટેકનોલોજી સાથે ચાલીને પરંપરાગત ખેતીથી આગળ વધીને આવક વધારવાનો છે.

અન્ય સમાચારો પણ છે...