સેક્ટર 21માં ટ્રાફિકની સમસ્યાથી ભારે હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દહેગામનાં વટવા ગામની સીમમાંથી બે ભઠ્ઠી એલસીબી દ્વારા પકડવામાં આવી છે.પીએસઆઇ વી એમ ઝાલા તેમની ટીમનાં જવાનો કિરીટકુમાર, દિલીપસિંહ, જીજ્ઞેશકુમાર સાથે દહેગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે વટવારહેતા શૈલેષ રસીકભાઇ દેવીપૂજક દ્વારા સીમનાં વાટલીયાવારા વિસ્તારમાં ખરાબામાં ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવાની બાતમી જીજ્ઞેશકુમારને મળતા દરોડો પાડી 800 લીટર દારૂ બનાવવાનો વોશ ઝડપી નાશ કર્યો હતો. જયારે જીતુ વાડીભાઇ દેવી પૂજકની ભઠ્ઠી પર દરોડો પાડતા 400 લીટર વોશ મળ્યો હતો. બંને શખ્સો સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...