• Gujarati News
  • મોટેરાની વિદ્યાર્થિનીનો મૃતદેહ સુધડ પાસેથી કેનાલમાંથી મળ્યોે

મોટેરાની વિદ્યાર્થિનીનો મૃતદેહ સુધડ પાસેથી કેનાલમાંથી મળ્યોે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરતાલુકાનાં સુઘડ ગામ પાસેથી પસાર થતી નર્મદા શાખાની કેનાલમાં સ્કુલ યુનિફોર્મમાં એક કિશોરીનો મૃતદેહ મળ્યો હતો. અડાલજ પોલીસ સ્ટેશનનાં જમાદાર અમરતભાઇએ કિશોરીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા કિશોરી મોટેરા વિસ્તારની હોવાનું ચાંદખેડા પોલીસ સ્ટેશનથી જાણવા મળ્યુ હતું. જેના પગલે પોલીસે તેના પરીવારજનોને બોલાવી ઘટતી કાર્યવાહી કરી મૃતદેહ સોપ્યો હતો.

અડાલજ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર સુઘડ ગામ પાસે કેનાલમાં સ્કુલ યુનિફોર્મ પહેરેલી હાલતમાં કોઇ અજાણી કિશોરીનો મૃતદેહ તરતો હોવાની માહિતી અડાલજ પોલીસને મળી હતી. જેના પગલે જમાદાર અમરતભાઇએ સ્થળ પર દોડી જઇને ફાયર બ્રિગેડને બોલાવી મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલી કિશોરીનાં વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી. જમાદારે યુવતીની ઓળખ માટે આસપાસનાં જિલ્લાનાં પોલીસ સ્ટેશનમાં ફોન કરતા ચાંદખેડા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં કિશોરી સ્કુલ યુનિફોર્મમાં ગુમ થયાની જાણવા જોગ ફરીયાદ નોંધાઇ હોવાનું સામે આવ્યુ હતું. જે અંગે વધારે વિગતો મેળવતા કિશોરીનું નામ શ્રધ્ધાબેન અમરતભાઇ રબારી(ઉ.વ.16) હોવાનું તથા અમદાવાદનાં મોટેરા વિસ્તારમાં વિસત પેટ્રોલપંપ પાસે આવેલી પ્રભુનગર સોસાયટીની રહેવાસી હોવાનું જાણવા મળ્યુ હતું.

જમાદાર અમરતભાઇએ તેનાં પરીવાજનોનો સંપર્ક કરી જાણ કરતા ગાંધીનગર દોડી આવ્યા હતા. તેમણે શ્રધ્ધાબેનનાં મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. પરીવારજનોએ જણાવ્યુ હતુ કે શ્રધ્ધાબેન રામનગરમાં આવેલી શ્રીકન્યા શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. ગત શનિવારે શાળાએ જવા નિકળ્યા બાદ પરત ફરતા શોધખોળ કરી હતી. પરંતુ ભાળ મળતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી મૃત્યુ પાછળનું કારણ જાળવા તપાસ હાથ ધરી છે.



શનિવારે શાળાએ જવા નિકળ્યા બાદ કિશોરી ગુમ થઇ ગઇ