શ્રદ્ધાનું ઘોડાપૂર

શ્રદ્ધાનું ઘોડાપૂર
શ્રદ્ધાનું ઘોડાપૂર

DivyaBhaskar News Network

Nov 10, 2015, 09:01 AM IST
પાટનગરથીદસ કિલોમીટર દુર આવેલા ડભોડા હનુમાનજીના મંદિરે મધ્ય રાત્રીથી મેળો ભરાયો છે. ધનતેરસની રાત્રીથી કાળી ચૌદસની રાત્રી સુધી યોજાતા મેળામાં પરંપરા મુજબ હનુમાન દાદની મહા આરતી યોજાઇ હતી. આરતીના દર્શન કરવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ભક્તો દ્વારા અંજનીના પુત્ર હનુમાનદાદા ઉપર ધનતેરસથી કાળીચૌદસના 24 કલાક દરમિયાન 1000 ડબા તેલનો અભિષેક કરવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

ગુજરાતમાં મેળાઓનું અનેરૂ મહત્વ રહેલુ છે. વિસ્તાર મુજબ અલગ અલગ રીત ભાત મુજબ મેળાઓ યોજાય છે. રાજ્યમાં તરણેતર, વૌઠા, સપ્તેશ્વર સહિતના મેળાઓ ભાવથી મનાવવામાં આવે છે. ત્યારે ગાંધીનગર તાલુકાના ડભોડામાં આવેલુ હનુમાનદાદાના મંદિરે વર્ષોની પરંપરા મુજબ ધનતેરસની રાત્રીથી કાળીચૌદસનો મેળો ભરાય છે.

મંગળવાર રાત્રે 12 વાગે મેળાની શરૂઆત બાદ 108 દિવડાની મહાઆરતી યોજાઇ હતી. જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાં પણ મેળાનું મહત્વ રહેલુ છે. ત્યારે ભાવિક ભક્તો સહ પરિવાર દર્શનાર્થે આવતા જોવા મળતા હતાં.

ડભોડીયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ગજ્જરે માહિતી આપતા કહ્યું કે મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ મેળો યોજાય છે. ત્યારે મેળામાં આવતા ભાવિ ભક્તોની વ્યવસ્થામાં મંદિર પરિસર તથા ગામમાં પાંચ મોટા એલસીડી સ્ક્રીન લગાવવામાં આવ્યા છે. અનિચ્છનિય બનાવ ના બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દર વર્ષે યોજાતા મેળામાં ભક્તોનો ધસારો વધારે જોવા મળી રહ્યો છે. ભાવિકોમાં આસ્થાનું કેન્દ્ર બનેલા ધામમાં ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખતા વર્ષે શુદ્ધ ઘીની 2500 કિલો બુંદી બનાવવામાં આવી છે.

મંદિરના કાળા દોરાનું મહત્ત્વધારે છે

1 હજાર ડબા તેલનો અભિષેક થશે : ટ્રસ્ટી

ડભોડા ગામના મંદિરે હનુમાનજી મહારાજની મૂર્તિ ઉપર વર્ષ 2014માં ભક્તો દ્વારા 700 ડબા તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારે વખતે 1000 તેલના ડબાનો અભિષેક કરવામાં આવશે તેવો એક અંદાજ લગાવવામાં આવ્યો છે.

ભક્તો માટે 2500 કિલો બુંદીનો પ્રસાદ તૈયાર કરાયો

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તીહુ લોક ઉજાગર…ભૂત પ્રેત નિકટ નહિ આવે અંજનિ પૂત્ર નામ સુનાવે. હનુમાનદાદાના નામથી ભૂત પ્રેત દૂર ભાગતા હોય છે. ત્યારે ડભોડિયા હનુમાનદાદાના મંદિરે મેળામાં કાળાદોરા બનાવી વિતરણ કરવામાં આવે છે. દોરા માટે ભક્તો પડાપડી કરતા હોય છે.

ગાંધીનગર તાલુકાના ડભોડામાં આવેલા સુપ્રસિદ્ધ હનુમાનજીના મંદિરે કાળી ચૌદશના મેળાનો ધનતેરસથી આરંભ થયો હતો. મેળામાં મહાઆરતીના દર્શનાર્થે ભાવિક ભક્તો મોટીસંખ્યામાં ઉમટ્યા હતા. તસવીર કલ્પેશ ભટ્ટ

ડભોડાના હનુમાનજી મંદિરે કાળી ચૌદસના પર્વે મેળો ભરાશે

X
શ્રદ્ધાનું ઘોડાપૂર
શ્રદ્ધાનું ઘોડાપૂર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી