ખારી નદી પરના પુલની સાઇડો લોકાર્પણ પહેલાં ધોવાઇ ગઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાના દહેગામ પંથકમાં છેલ્લા પાંચેક દિવસથી થઇ રહેલ સતત વરસાદને પગલે તાલુકાના નાંદોલ સાણોદાને જોડતા રોડ પર આવેલ ખારી નદી પર પુલ બનાવવામાં આવ્યો છે.જે પુલ પર લોકાર્પણ પહેલા ઠેર ઠેર ગાબડા પડી રેલિંગ તુટી જતાં પુલ ભય જનક હોવાના કારણે મામતલતદારે ગામના સરપંચ દ્વારા કરેલ જાણ આધારે રૂબરૂ મુલકાત લઇ પુલ જોખમી લાગતાં પુલ ઉપરથી ભારે વાહનોની અવર જવર પર રોક લગાવવામાં આવી હોવાનું અને તેના માટે પોલીસની મદદ લેવાઇ હોવાનું જાણવા મળ્યુ છે.પુલના લોકાર્પણ પહેલા પુલ સાઇડો અને રોડ પર ગાબડા પડવા અંગે પુલ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાઇ રહ્યુ હતુ. દહેગામ તાલુકાના નાંદોલ સાણોદા વચ્ચેથી પસાર થતી ખારી નદી પર આઠ કરોડ થી વધુ રકમના ખર્ચે પુલ બનાવવાની કામગીરી શરૂ કરાયા બાદ કામ પૂર્ણ થયા બાદ તેના લોકાર્પણની ઘડીઓ ગણાઇ રહી હતી.છેલ્લા પાંચ દિવસથી વરસાદ શરૂ થતાં વરસાદ પડવાના પ્રથમ દિવસથી પુલના છેડાઓનું ધોવાણ થયુ હતુ.અને ગાબડા પડયા હતા.જયારે પુલ પરનો રોડ પણ તુટી જઇ બિસ્માર બન્યો હતો.અને દિવસેને દિવસે ક્ષતિગ્રસ્ત થતો હતો.બુધવારે પુલ પર ધોવાણ સાથે મોટા ગાબડા પડવાના કારણે અને સાઇડની રેલીંગો પણ તૂટી જવાના કારણે નવનિર્મિત પુલ લોકાર્પણ પહેલા જોખમી હોવાનું જણાતાં દહેગામ મામલતદાર વી.એલ.દેસાઇને પુલ અંગે સાણોદાના સરપંચે જાણ કરતાં મામલતદાર તાત્કાલિક અસરથી સાણોદા દોડી ગયા હતા.અને પુલનું નિરીક્ષણ કર્યા બાદ તેની ગંભીરતાને સમજી પુલ પર થતી અવર જવર અટકાવવા પોલીસને સૂચના આપી હતી. જિલ્લા કલેકટરને રિપોર્ટ કર્યો હોવાનું અનુ પુલના કામમાં અધિકારીઓની રહેમ નજર હેઠળ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યુ હતુ.

નબળું બાંધકામ |મામલતદારે સ્થળ પર પહોંચી પુલનું નિરીક્ષણ કર્યુ

અન્ય સમાચારો પણ છે...